રાષ્ટ્ર અને સમાજસેવા સાથે દાયકાઓથી જોડાયેલ તેવા તરૂણ ચૌહાણ નો આજે જન્મ દિવસ !! જાણો તરૂણ ચૌહાણ નો જીવન પર્યાય !!

Jan 24, 2024 - 10:32
 0  120
રાષ્ટ્ર અને સમાજસેવા સાથે દાયકાઓથી જોડાયેલ તેવા તરૂણ ચૌહાણ નો આજે જન્મ દિવસ !! જાણો તરૂણ ચૌહાણ નો જીવન પર્યાય !!

તરૂણ નરોત્તમદાસ ચૌહાણ નો જન્મ એક સામાન્ય પરિવારમાં 24 જાન્યુઆરી 1987 નારોજ જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં થયો હતો.
શિશુ કાળથી સંઘના સ્વયંસેવક તરીકે જોડાયેલ ત્યારથી રાષ્ટ્ર પ્રથમની વિચારધારાને વરેલા જેઓએ અભાવીપ,વી.એચ.પી,બજરંગ દળ, વિદ્યાભારતી જેવી સંસ્થાઓ મા જુદીજુદી નાના મોટી જવાબદારીઓ સંભાળી હતી.
2015 થી ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચાના એક સામાન્ય કાર્યકર્તા ની જવાબદારી સાથે જોડાયેલ આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા 2024 ની લોકસભા ચૂંટણી માટે કર્ણાવતી (અમદાવાદ) પશ્ચિમ લોકસભા ના વિસ્તારક તરીકે જવાબદારી આપવામાં આવેલ છે 2019 માં પણ વિધાનસભા ચૂંટણી વખતે પ્રદેશ ભાજપ દ્વારા લાઠી વિધાનસભાનાં વિસ્તારક તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી.
વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલ છે જેમાં હેલ્પ ગ્રૂપ છેલ્લાં 10 વર્ષ થી ચલાવે છે.નરેન્દ્ર મોદી વિચાર મંચના જામનગર જિલ્લાના અધ્યક્ષ તરીકે કાર્યરત છે. નૂતન પ્રયાસ ફાઉન્ડેશન-દિલ્હી દ્વારા ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે જવાબદારી વહન કરી રહ્યા છે.કોરોના સમયમાં પણ લોકોને દવાખાનામાં અને સ્મશાનમાં અગ્નિસંસ્કાર ક્રિયા ખૂબ મોટા પ્રમાણમાં કરેલ. 2021 માં આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ ના પ્રારંભમાં યોજવામાં આવેલ દાંડીયાત્રામા જોડાયેલ યાત્રા કર્ણાવતી થી દાંડી સુધી ચાલતા ગયેલા જેનો પ્રારંભ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા કરાવવામાં આવેલ.2021માં વિચાર યાત્રામાં પણ સહભાગી થયેલ.
રાષ્ટ્ર અને સમાજસેવા સાથે દાયકાઓથી જોડાયેલ તેવા તરૂણ ચૌહાણ ને ખૂબ મોટા પ્રમાણમાં સામાજિક,રાજકીય અને સેવાભાવી સંસ્થાઓ અને લોકો દ્વારા જન્મદિવસ નિમિતે શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. મો. 9664653901

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow