સાણંદ ના સરપંચ ના દીકરા ના ત્રાસથી એક ખેડૂત આત્મહત્યા કરવા બન્યો મજબૂર !! ખેડૂત ને ક્યારે મળશે ન્યાય ??

Nov 1, 2023 - 12:44
 0  46
સાણંદ ના સરપંચ ના દીકરા ના ત્રાસથી એક ખેડૂત આત્મહત્યા કરવા બન્યો મજબૂર !! ખેડૂત ને ક્યારે મળશે ન્યાય ??

ખેડૂતે મુખ્યમંત્રી સ્વાગતમાં આત્મવિલોપનની લેખિત ચીમકી ઉચ્ચારી હતી !!

સાણંદના રામપુરાના ખેડૂતનો જમીન વિવાદનો અંત ન આવતાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ !!

સાણંદ તાલુકાના રામપુરા ગામના ખેડૂતે પોતાની માલિકીની પોતે વેચેલી જમીન પર ગામના જ અન્ય ઇસમે દાવો કરી ખેડૂતને ખોટી રીતે હેરાન કરતાં ભોગ બનનાર ખેડૂતે વારંવાર સાણંદ પોલીસ, એસપીથી લઇ મુખ્યમંત્રી સુધી રજૂઆત છતાં આ અંગે પોલીસ તંત્ર દ્વારા કોઈ પગલાં નહીં ભરાતાં છેવટે સોમવારે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવાનો પ્રયાસ કરતાં અમદાવાદ શહેરના મકરબા ખાતે આવેલી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

સમગ્ર પ્રકરણની લેખિત રજૂઆતો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ સાણંદ તાલુકાના રામપુરા ગામના વતની અનિરુદ્ધસિંહ ડોડિયાએ રામપુરા ગામની સર્વે નંબર 11ની જમીન આ જ ગામના ગોવિંદસિંહ અગરસિંહ ડોડીયા પાસેથી વેચાણ રાખી હતી. જેનો દસ્તાવેજ તા. 5-7-2023એ નોંપાયેલો હતો. ત્યારબાદ અનિદ્રસિંહ આ જમીનનો કબ્જો લઇ ઓરડી બનાવવાનું શરુ કરતા આજ ગામના નવલસિંહ બાબુભાઈ ડોડીયાએ ખેતર પર આવી અનિરૂદ્ધસિંહને જ્મીનનો કબજો ખાલી કરવા જણાવ્યું હતું અને ત્યારબાદ ખોટા બાનાખતને આધારે આ જમણી પોતે વેચાણ રાખી હોવાનો દાવોરજુ કર્યો હતો.

જે અંગે જમીન વેચાણ રાખનાર અનિરુદ્ધસિંહ કનુભાઈ ડોડીયા તેમજ વેચનાર ગોવિંદસિંહ અગરસિંહ ડોડિયાએ સાણંદ પોલીસથી લઇ એસ.પી. અને મુખ્યમંત્રી સુધી પણ વારંવાર લેખિત રજૂઆત કરી હતી. તંત્રે પણ નવલસિંહને સાચા દસ્તાવેજી પુરાવા રજુ કરવા વારંવાર નોટિસો પાઠવી હતી. પરંતુ આ અંગે કોઈ નક્કર પગલાં નહિ લેવાતા ગત તારીખ 11 ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી જનસંપર્ક માધ્યમથી ગોવિંદસિંહ અગરસિંહ ડોડીયાએ કોઈ પગલાં નહીં લેવાય તો પોતે આત્મવિલોપન કરશે તેવી લેખિત ચીમકી ઉચ્ચારી હતી.

આમ છતાં કોઈ પગલાં નહીં લેવાતા જમીન વેચનાર ગોવિંદસિંહ અગરસિંહ ડોડિયાએ અમદાવાદ સિંધુભવન રોડ ઉપર આ મુદ્દે ઝેરી દવા ગટગટાવી લેતા નજીકની  હોસ્પિટલમાં સારવાર અર્થ ખસે ડાયા હતા.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow