મોરવા હડફમાં બનાવટી વિજિલન્સ સ્ક્વોર્ડ અને પત્રકાર બની તોડ કરતા 4 ઝડપાયા

Jan 13, 2024 - 22:48
 0  53
મોરવા હડફમાં બનાવટી વિજિલન્સ સ્ક્વોર્ડ અને પત્રકાર બની તોડ કરતા 4 ઝડપાયા

પોતાના મોજ શોખ પૂરા કરવા માટે બનાવટી વિજિલન્સ ટીમ અથવા પત્રકારની ધમકી આપી તોડ કરતી ચાર લોકોની ગેંગને પોલીસે ઝડપી લીધી છે.

ઘટનાની વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સંતરોડ હાઇવે ઉપર પસાર થતા કેટલાક શંકાસ્પદ વાહનોની તપાસ કરતા બુટલેગરો અથવા લોકો પાસેથી સ્ટેટ વિજિલન્સ ટીમના નામે તોડ કરી પૈસા કમાતી ચાર નકલી વિજિલન્સ ટીમ ના લોકોની મોરવા હડફ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઇ ભાવિન રાઠોડના હાથે ઝડપાઈ છે.

આ ચાર લોકોની ટોળકી અમદાવાદ પાસિંગ ની ગાડી લઈને પોતાના ગેરકાયદેસર કામ કરવા નીકળ્યા હતા અને પોલીસના હાથે ઝડપાયા બાદ તેમાંથી ત્રણ લોકો જોડે પ્રેસના કાર્ડ પણ મળી આવ્યા છે. અને એક નિવૃત્ત કર્મચારી હોવાનું પણ સામે આવ્યું છે તેમ જ તેમની ગાડીની તપાસ કરતા પોલીસે તેની અંદરથી ઇંગ્લિશ દારૂ પણ મળ્યો છે.

આ ચાર શખ્સોની વાત કરીએ તો તે લોકો અમદાવાદ અને ગાંધીનગરના રહેવાસી છે. પકડાયેલ ચાર શખ્સો ના નામ:-

1- ગૌરાંગ શાંતિલાલ વાજા,

2- અક્ષયભાઈ પ્રવીણભાઈ પટેલ,

3- જીતુભાઈ રમણભાઈ ઓડ,

4- મનુભાઈ રવજીભાઈ રાવળ

ગાડી નંબર:- જી. જે. 01 એફ.ટી 2059

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ચાર લોકો આ ગાડીમાં સવાર થઈ પોતાને નકલી પોલીસ અથવા વિજિલન્સ ટીમ અથવા પત્રકારની ઓળખ આપીને દારૂનો ધંધો કરતા હોય તેમ બીવડાવી નિર્દોષ વ્યક્તિઓને ખોટા કેસમાં ફસાવી દેવાની મારીને તોડ પાણી કરતા હોવાની માહિતી સામે આવી છે.

આ સિન્ડિકેટ ગેંગના ચાર ચહેરાઓ એક વ્યક્તિને ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકીઓ આપીને તોડપાણી કરવાની ફિરાકમાં હોવાની ચોક્કસ બાતમીના આધારે મોરવા(હ) પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.એસ.આઇ ભાવિન રાઠોડ દ્વારા ગોઠવવામાં આવેલ આ વ્યુહાત્મક છટકામાં નકલી વિજિલન્સ ટીમના આ ચાર આરોપી ચેહરાઓ અસલી પોલીસ ટીમના સંકજામા આવી ગયા હતા. આ તમામ પાસેથી પોલીસ તંત્રએ 6 મોબાઈલ ફોનો સાથે 50 હજાર રૂપિયા રોકડા જપ્ત કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મોરવા (હ) ની અસલી પોલીસના હાથે ઝડપાઈ ગયેલા નકલી વિજિલન્સ સ્કોર્વોડ ના આરોપીઓ સંતરોડ ખાતે ટેકરા ફળીયામાં રહેતા અરવિંદાબેન અર્જુનભાઈ પટેલ ના ઘરે હાથ મા ડંડોઓ સાથે ઘૂસી જઈને ગાંધીનગર વિજિલન્સ સ્કોર્વોડ માથી આવીએ છીએ અને તમો દારૂનો ધંધો કરો છો જણાવીને શોધખોળ હાથ ધર્યા બાદ પોતે સાથે લાવેલા વિમલનો થેલો ઘર આંગણામાં મૂકીને એમાં દારૂ છે કેસમાં ફીટ કરી દઈશું ને ધમકીઓ આપીને એક લાખ રૂપિયાની તોડપાણી કરવાનો સોદો કરતા હતા આ દરમિયાન હાજર ઈસમે આ લોકો પાસે જ આઈ કાર્ડ જોવાનો આગ્રહ દેખાડતા આ શરૂ થયેલ દમદાટીઓમાં નકલી વિજિલન્સ સ્કોર્વોડની ટીમનો પર્દાફાશ થયો હતો. એમિ (1) ગૌરાંગ શાંતિલાલ વાજા રહે.સી.15 આશાપુરા સોસાયટી ધોળાસર પોલીસ ચોકી પાસે મણીનગર, અમદાવાદ (2) અક્ષય પ્રવીણભાઈ પટેલ રહે. સૂર્ય કિરણ કોમ્પ્લેક્સ બચુરામ આશ્રમની બાજુમાં ઘોડાસર, અમદાવાદ (3) જીતુ રમણભાઈ ઓડ રહે. આંતરસુબા ઓડવાસ તાલુકો કપડવંજ અને (4) મનુભાઈ રવજીભાઈ રાવળ રહે. ધોળાકુવા ઠાકોર વાસ (ગાંધીનગર) સામે ઇ.પી.કો 384,452,170,504,114 તથા જી.પી.એકટ ની કલમ 135 મુજબ ગુનો દાખલ કર્યો છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow