ત્રણ લાખની લાંચ કેસમાં ફરિયાદી નો આક્ષેપ !! સાયબર ક્રાઇમ ના પી.આઇ.જાડેજા અને કોન્સ્ટેબલ હરદીપસિંહ પરમાર રૂપિયા માંગી ધમકીઓ આપે છે !! હથિયારી પી.આઇ.નું પોસ્ટિંગ સાયબર ક્રાઇમ માં કેવી રીતે આવી ગયું ??

Oct 28, 2023 - 12:16
Oct 28, 2023 - 12:22
 0  154
ત્રણ લાખની લાંચ કેસમાં ફરિયાદી નો આક્ષેપ !! સાયબર ક્રાઇમ ના પી.આઇ.જાડેજા અને કોન્સ્ટેબલ હરદીપસિંહ પરમાર રૂપિયા માંગી ધમકીઓ આપે છે !!  હથિયારી પી.આઇ.નું પોસ્ટિંગ સાયબર ક્રાઇમ માં કેવી રીતે આવી ગયું ??

ત્રણ લાખની લાંચ કેસમાં ફરિયાદી નો આક્ષેપ !! સાયબર ક્રાઇમ ના પી.આઇ.જાડેજા અને કોન્સ્ટેબલ હરદીપસિંહ પરમાર રૂપિયા માંગી ધમકીઓ આપે છે !!

હથિયારી પી.આઇ.નું પોસ્ટિંગ સાયબર ક્રાઇમ માં કેવી રીતે આવી ગયું ??

6 મહિના પહેલા હથિયારી પી.આઇ.જાડેજાની બદલી મેટ્રો માં થઈ હોવાની વાત છતાં પોતાની ચેમ્બર ખાલી ન કરતા હોવાની સાયબર ક્રાઇમ ના કર્મચારીઓ માં ચાલતી હતી ચર્ચા !! 

સાયબર ક્રાઇમ સેલના કોન્સ્ટેબલ દ્વારા ત્રણ લાખ રૂપિયા ની લાંચ માંગવા ના કેસમાં નવો વળાંક આવ્યો છે.એલ.આર.ડી. વિરૂદ્ધ ફરિયાદ નોંધાવનાર વ્યક્તિનો વિડિયો વાયરલ થયો છે.આ વીડિયોમાં એલ.આર.ડી. હરદીપસિંહ પરમાર અને તેના અધિકારી પી.આઇ.જાડેજા પર ગંભીર આક્ષેપ કરે છે કે બને જણા તેને અરજીની તપાસમાં ગુનો નોંધીને તેને કેસમાં ફીટ કરીને છ લાખ રૂપિયા લીધા બાદ પણ સતત નાણાં ની માંગ કરી રહ્યા છે.જે વિડિયો ના આધારે લાંચ કેસમાં સાયબર સેલના પી.આઇ.જાડેજા ઉપર લાગેલા આરોપને લઈ ને પણ એસીબી એ તપાસ શરૂ કરી છે.બીજી તરફ કોન્સ્ટેબલ ના ચાર દિવસના રિમાન્ડ મેળવીને પૂછપરછ આદરી છે.
બીજી તરફ રાકેશ ત્રિવેદીનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં તે સ્પષ્ટ જણાવે છે કે પોલીસ અને બીજા બધા તંત્ર પૈસાની માંગણી કરીને હેરાન કરે  છે. મારી એક ભૂલના કારણે હેરાન કરી રહ્યા છે. હરદિપસિંહ અને તેના ઉપરી અધિકારી જાડેજા સાહેબ મારી સાથે રૂ.૧૦ લાખની માંગણી કરે છે. અત્યાર સુધી ટુકડે ટુકડે છ લાખ રૂપિયા આપી ચુક્યો છું. હજુ પણ મારા ઘરે આવીને મારવાની, કેસ કરવાની ધમકી આપીને પૈસા માંગી રહ્યા છે. મારી પાસે કશુ જ નથી. કઇ થાય તેમ નથી. જે બદલ હું જીવન ટુંકાવી રહ્યો છું. જેના જવાબદાર હરદિપસિંહ અને જાડેજા છે. મને આમાથી મુક્તિ અપાવો. આ વિડીયો વાયરલ થતા સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા સિનિયર અધિકારીઓની કામગીરી પર અનેક સવાલ ઉભા થયા છે. જેથી લાંચ કેસની તપાસ કરી રહેલી એસીબીના અધિકારીઓએ વિડીયો ક્લીપમાં એલઆરડીજવાનની સાથેસાથે પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા પર કરવામાં આવેલા આક્ષેપ અંગે પણ તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ સાયબર ક્રાઇમમાં અરજીને આધારે માંગવામાં આવતા નાણાંને લઇને પોલીસની કામગીરીને પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે.
બીજીતરફ વાત કરવામાં આવે તો એસીબી ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સાયબર ક્રાઇમ ના પી.આઇ.જાડેજા ની આવક અને સંપતિની તપાસ કરવામાં આવે તો સિંધુ ભવન રોડ ઉપર પી.આઇ.જાડેજા એ અનેક પ્રોપર્ટી વસાવી હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ થોડા વર્ષ અગાઉ પણ પી.આઇ.જાડેજા એ એક વકીલ સાથે મારામારી કરી હોવાની વિગતો પણ જાણવા મળી રહી છે.
હથિયારી પી.આઇ.જાડેજા ને કોના કહેવાથી સાયબર ક્રાઇમ ની પોસ્ટ આપવામાં આવી ?? 
હથિયારી પી.આઇ.જાડેજા ની નોકરી મેટ્રો રેલ પ્રોજેક્ટ માં છે તો સાયબર ક્રાઇમ માં શા માટે અડિંગો જમાવી રાખ્યો હતો ??

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow