શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના મુખ્ય કન્વીનર તરીકે ભાજપના ડૉ યજ્ઞેશ દવેની નિયુક્તિ કરવામાં આવી

Jan 12, 2024 - 12:35
 0  26
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના મુખ્ય કન્વીનર તરીકે ભાજપના ડૉ યજ્ઞેશ દવેની નિયુક્તિ કરવામાં આવી

અમદાવાદ, સંજીવ રાજપૂત : અમદાવાદ ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા ટ્રસ્ટી મંડળ અને આમંત્રિત મહેમાનોની મીટીંગ ભગવાન પરશુરામના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.

ઉપરોક્ત મિટિંગમાં સંસ્થાના મહામંત્રી  ગીરીશ ત્રિવેદી દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મીડિયા કન્વીનર ડૉ યજ્ઞેશ દવે ને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના મુખ્ય કન્વીનર બનાવવા માટે ભલામણ કરવામાં આવી હતી જેને સંસ્થાના અધ્યક્ષ ભરતભાઈ રાવલ અને મહામંત્રી ડૉ અશ્વિન ત્રિવેદી દ્વારા  ટેકો જાહેર કરવામાં આવ્યો હતો.ઉપસ્થિત સર્વ ટ્રસ્ટી મંડળ તેમજ આમંત્રિત સભ્યો  દ્વારા હર નિયુક્તિને વધાવી લેવામાં આવી હતી.

ઉપરોક્ત સમાચાર સોશિયલ મીડિયામાં વાયુવેગે પ્રસરતા સમગ્ર ગુજરાત ભરના ભૂદેવ પ્રેમીઓ દ્વારા અભિનંદન ની ઝડી વરસી હતી. ડૉ અશ્વિન ત્રિવેદી દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું.સંસ્થાના ટ્રસ્ટી અમિત દવે દ્વારા આગળની કાર્યવાહી સાંભળવામાં આવી હતી. તેમજ આગામી સમયમાં યોજાનાર સમાજના કાર્યક્રમો અને સંમેલનો બાબતે અગત્યના નિર્ણયો ઉપરોક્ત મિટિંગમાં લેવામાં આવ્યા હતા.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow