શક્તિપર્વ નવરાત્રીમાં માં ભગવતીને દેશના શહીદો માટે બાલિકાઓએ પ્રાર્થના કરી

Oct 21, 2023 - 13:00
 0  4
શક્તિપર્વ નવરાત્રીમાં માં ભગવતીને દેશના શહીદો માટે બાલિકાઓએ પ્રાર્થના કરી

અમદાવાદ, સંજીવ રાજપૂત: હાલ માં માતાજી ની ભક્તિ નો મહિમા વર્ણવતો તહેવાર શક્તિપર્વ નવરાત્રી માં જ્યારે લોકો અલગ અલગ રીતે ઉજવણી કરી રહ્યા છે ત્યારે માં ભગવતીને આપણાં દેશના શહીદો માટે બાળકો પ્રાર્થના કરી હતી.

અમદાવાદના ઝુંડાલ વિસ્તારમાં આવેલ  આર .જે .પ્રાઈમ સોસાયટીના રહીશો દ્વારા નવરાત્રિના  નવલા  નોરતામાં  દેશની  સરહદ પર દેશના જવાનોની રક્ષા નવદુર્ગા - પરંબા કરે તેમજ એ જવાનોને માં અંબા વધારે શક્તિ અર્પણ કરે એવી  આર .જે .પ્રાઈમ સોસાયટીના  નાના બાળકો  બાલિકાઓ  અને રહીશો દ્વારા  પ્રાર્થના કરવામાં આવી હતી અને  બાળકો દ્વારા ભારત દેશના તિરંગા સાથે  માતાજીની  રંગોળી  કરવામાં આવી હતી અને દેશના જવાનોના પરિવારને પણ માતાજી સુખી રાખે તેવી સ્તુતિ કરવામાં આવી હતી.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow