અમદાવાદના ચકચારી ડાર્ક વેબ દ્વારા ડ્રગ્સ મગાવવા બાબતે NCB દ્વારા અટક કરેલ આરોપીને અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ માંથી જામીન મુક્ત કરાવી આપતા જાણીતા વકીલ જય થાનકી !!

Oct 28, 2023 - 13:56
Oct 28, 2023 - 13:57
 0  65
અમદાવાદના ચકચારી ડાર્ક વેબ દ્વારા ડ્રગ્સ મગાવવા બાબતે NCB દ્વારા અટક કરેલ આરોપીને અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ માંથી જામીન મુક્ત કરાવી આપતા જાણીતા વકીલ જય થાનકી !!

અમદાવાદની ચકચારી ઓનલાઇન ડાર્ક વેબ દ્વારા હાયદ્રોપોનિક ગાંજા નામક દ્રગ્સ મગાવવા બાબતે NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) દ્વારા બે આરોપીઓની ધરપકડ કરેલ જેમાં આરોપી નં. ૧ રાહિલ કોઠારીની ધરપકડ NCB દ્વારા બાતમીના આધારે છટકું ગોઠવીને કરવામાં આવેલ અને ત્યાર બાદ આરોપી નં.૧ના નિવેદનના આધારે જીનય દેવેનભાઈ પટેલ ઉ.વ ૨૩નાઓ ને NCB દ્વારા સમન્સ કરી અમદાવાદ ખાતે બોલાવેલ અને બાદમાં તેને સમગ્ર ઘટનામાં આરોપી નં.૨ બનાવી તેની પણ અટક લીધેલ અને મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કર્યા બાદ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપેલ. આ કેસમાં ગત. રોજ તા.૧૮/૧૦/૨૦૨૩ના રોજ આરોપી નં.૨ વતી  'જે.એમ.ટી લીગલ લો ફર્મના' એડવોકેટ જય એમ. થાનકી રોકાયેલ હતા.

તેઓ દ્વારા અમદાવાદની નામદાર સિટી સિવિલ એન્ડ સેશન કોર્ટમાં ધારદાર દલીલો કરવામાં આવેલ કે NDPS એક્ટની કલમ ૬૭ હેઠળ આરોપી દ્વારા આપવામાં આવેલ નિવેદનની કાયદાકીય રીતે કોઈજ માન્યતા નથી તથા ન્યાયિક પ્રક્રિયામાં ટકવા પાત્ર પણ નથી અને તે રીતે માત્ર આરોપી નં.૧ના નિવેદનના આધારે NDPS એક્ટ હેઠળ કોઈની ધરપકડ થય શકે નહીં. ત્યારે સરકાર તરફથી સ્પેશિયલ પ્રોસિક્યુટર દ્વારા જામીન અરજીનો વિરોધ કરતા દલીલો કરવામાં આવેલ કે હાલના કામના આરોપી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટના મુખ્ય સૂત્રધાર હોય, તેઓની જામીન અરજી રદ થવી જોઈએ. 

ઉલેખનીય છે કે વકીલ શ્રી જે. એમ. થાનકી તથા NDPS સ્પેશ્યલ પ્રોસિક્યુટરની તમામ દલીલો સંભાળ્યા બાદ નામદાર સેશન્સ કોર્ટ દ્વારા આરોપીની જામીન અરજી મંજૂર કરેલ અને આરોપીને જામીન પર મુક્ત કરવા તેવો હુકમ કરેલ. હાલના સમયમાં ગુજરાત સરકાર દ્વારા ડ્રગ્સના દૂષણને ડામવા વિવિધ ટીમ બનાવી કડકમાં કડક પગલાં લેવામાં આવે છે ત્યારે ડ્રગ્સને ઓનલાઈન ડાર્ક વેબ દ્વારા મેળવવાના કિસ્સાઓમાં વધારો જોવા મળેલ છે. હાલમાં NCB, SOG તથા સાઇબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ દ્વારા મળીને ટીમ બનાવી આ ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય નેટવર્કને તોડી પાડવા માટેની તવાઈ હાથ ધરવામાં આવેલ છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow