રેરા નાં નિયમોની ઍસી કી તેસી કરનાર બિલ્ડરો સામે ગુજરાત સરકારની લાલ આંખ !! 24 બિલ્ડરોની અત્યાર સુધીમાં થઈ ચૂકી છે ધરપકડ !! તો સાઉથ બોપલના બિલ્ડર હિરેન પટેલ ઉપર ક્યારે થશે કાર્યવાહી !!

ગુજરાતમાં રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા)ના કાયદાનો અમલ થવાં છતાં રાજ્યના શહેરોમાં બિલ્ડરો દ્વારા ગ્રાહકોને છેતરવાની પ્રવૃત્તિ હજી સુધી બંધ થઇ નથી. માત્ર ગાંધીનગર અને અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં ૧૮ ફરિયાદો પોલીસમાં દાખલ કરવામાં આવી છે.
જેમાં સૌથી વધુ અમદાવાદમાં ફરિયાદ થઇ છે. જેમાં ૫૩ ગ્રાહકોએ ૧૫.૫૬ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. પણ હજી સુધી ૧૫ આરોપી પકડાયા નથી.
વિધાનસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ગૃહ વિભાગે લેખિત જવાબમાં જણાવ્યું છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં બિલ્ડરોએ બારોબાર મિલકતો ગ્રાહકોને વેચી છેતરપીંડી કરી હોવાની કુલ ૧૮ ફરિયાદો નોંધવામાં આવેલી છે, જે પૈકી સૌથી વધુ ૧૭ ફરિયાદો માત્ર અમદાવાદ શહેરની છે.
આવો જ કિસ્સો હાલમાં ફરી અમદાવાદના રીધમ ઓરા બિલ્ડર દ્વારા કરવામાં આવી છે. જેને ગ્રાહક જોડે 14 લાખ રૂપિયાની છેતરપીંડી કરી છે. ગ્રાહક સાથે વાત કરતા જણાવ્યું હતું કે 22/01/2023 ના રોજ અમે સાઉથ બોપલ ખાતે 1 લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા આપીને બુકિંગ કારવ્યું હતું. બાદમાં 26/03/2023 ના રોજ 8 લાખ અને 07/05/2023 ના રોજ 5 લાખ રૂપિયા આપ્યા હતા. બાદમાં અમારા બાકી નીકળતા 6 લાખ રૂપિયા અમે આપવા ગયા ત્યારે બિલ્ડર હિરેન પટેલ તથા તેમના મેનેજર દ્વારા અમારી પાસે બીજા 10 લાખ રૂપિયા અને 4 લાખ રૂપિયા ચેકની માંગણી કરી હતી ત્યારે ગ્રાહક દ્વારા કહેવામાં આવ્યું કે અમારે તો 6 લાખ રૂપિયા બાકી છે તો બિલ્ડર હિરેન પટેલ તથા તેમના મેનેજર દ્વારા અમારી સાથે ઉધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું હતું. અને કહ્યું કે જો આ પૈસા નહિ ભરો તો તમારું બુકિંગ રદ થઇ જશે. બાદ માં 27/08/2023 ના રોજ અમે ફરી મળવા જતા બિલ્ડર હિરેન પટેલ હાજર ન હતા અને તેમના મેનેજર દ્વારા કહેવામાં આવ્યું કે તમે ડાયરી આપી દો તમારા પૈસા તમને રીટર્ન કરી દઈશું પણ આજ દિન સુધી આવ્યા નથી. પેમેન્ટ પાછુ ન આવતા ગ્રાહક ટેન્શનમાં આવી જતા તેમણે મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી અને ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી ખાતે બિલ્ડર હિરેન પટેલ વિરુધ્ધ અરજી કરી હતી.
(રેરા)ના કાયદાનો અમલ ન કર્યો હોવા છતાં બિલ્ડર હિરેન પટેલ વિરુધ્ધ ફરિયાદ ક્યારે થશે?
બિલ્ડર હિરેન પટેલ ઉપર કોના છે આશિવાર્દ?
શું બિલ્ડર હિરેન પટેલને છે કોઈ મોટા રાજકીય નેતા નો હાથ?
બિલ્ડર હિરેન પટેલ કોના દમ પર કરી રહ્યો છે છેતરપીંડી?
જો બિલ્ડર હિરેન પટેલ પર જો કોઈ કાર્યવાહી નહિ થાય તો ફરી આવી છેતરપીંડી થાય તો નવાઈ નહિ !!
What's Your Reaction?






