દહેગામમાં ગેરકાયદે બાંધકામ મામલો ગાજયો! ન.પા સામે થયા ગંભીર આક્ષેપ

Feb 9, 2024 - 16:54
 0  79
દહેગામમાં ગેરકાયદે બાંધકામ મામલો ગાજયો! ન.પા સામે થયા ગંભીર આક્ષેપ

ગુજરાત હાઈકોર્ટમાં લોકહિતમાં પબ્લિક ઇન્ટરેસ લિટીગેશન દાખલ કરવામાં આવી હોવાછતાં ઔડા તળાવ અને ગામની વોટર બોડીમાં ગેરકાયદે બાંધકામો ઉભા થઈ ગયા હોવા મુદ્દે ઉચ્ચસ્તરે રજુઆત

ગાંધીનગર નજીક દહેગામ પાલિકાના જવાબદારો દ્વારા ગેરકાયદે બાંધકામો કરી દેવાયાનો મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે અને તેમાંય કોર્ટનો અનાદર કરવામાં આવ્યો હોવાની રજુઆત શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગર ખાતે થઈ છે જેમાં ચોંકાવનારા આક્ષેપ કરવામાં આવ્યા છે.

પાટીલ માધવદાસ કાનજી ભાઈ નામના સામાજિક કાર્યકરે ગાંધીનગર સચિવાલય ખાતેના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે તેઓએ જણાવ્યું છે કે દહેગામમાં સરકારી રેકર્ડમાં સ્પષ્ટ છે કે ગામનું અથમણુ તળાવ એ વોટર બોડી છે આ જગ્યા ઉપર ગેરકાયદે બાંધકામો કરવામાં આવી રહયા છે ઉપરાંત ઔડા ગાર્ડનમાં પણ અનધિકૃત બાંધકામ કરાયા છે.

અરજદારના કહેવા મુજબ વોટર બોડી તે માત્ર વોટર બોડી જ રહે અને ઔડા ગાર્ડન માત્ર ગાર્ડન તરીકે રહે તે લોક હિતમાં છે.

દહેગામ પાલિકા દ્વારા કરવામાં આવેલ ગેર કાયદે પ્રવતિ અંગે હાઇકોર્ટમાં તકરાર દાખલ કરવામાં આવી છે તેમછતાં સવાલ વાળી જગ્યા ઉપર ગેરકાયદે બાંધકામો થતાં કોર્ટના અનાદર મામલે નામદાર હાઇકોર્ટમાં કન્ટેમ્પટ ઓફ ધ કોર્ટ કરવામાં આવેલ છે.

બીજી કે સબંધિત વિબાગમાં થયેલી રજુઆતમાં ગાર્ડનનો હવાલો નગરપાલિકા પાસેથી લઈ લેવા રજુઆત થઈ છે અને સરકારી તળાવોમાં ગેરકાયદે બાંધકામો ન થાય તે માટે અરજ કરી છે.

આમ,દહેગામના ઔડા ગાર્ડન અને વોટર બોડીમાં ઉભા થયેલા કથિત અનધિકૃત બાંધકામ મામલે રજુઆત થતા આ મામલો ચર્ચાસ્પદ બન્યો છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow