નારણપુરા જીવનસંધ્યા વૃદ્ધાશ્રમના વડીલોને પતંગ હોટેલની મુલાકાત કરાવતી લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ !!

Feb 3, 2024 - 15:06
 0  22
નારણપુરા જીવનસંધ્યા વૃદ્ધાશ્રમના વડીલોને પતંગ હોટેલની મુલાકાત કરાવતી લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ !!

શહેરમાં આમ તો અનેક સંસ્થાઓ વૃદ્ધ, બાળકો અને જરૂરિયાતમંદ લોકો માટે કાર્ય કરે છે. ત્યારે અમદાવાદમાં આવેલા માતૃશ્રી વૃદ્ધાશ્રમ છેલ્લા કેટલાક વર્ષોથી નિ:સહાય વૃદ્ધોના વ્હારે આવી તેમના માટે રહેવા જમવા સહિતની સુવિધાઓ પૂરી પાડે છે. અમદાવાદ નારણપુરા વિસ્તારમાં આવેલા માતૃશ્રી વૃદ્ધાશ્રમમાં લગભગ 25 જેટલા વૃદ્ધો રહે છે. અહીં તેઓને વિવિધ સુવિધાઓ મફતમાં પૂરી પાડવામાં આવે છે.

ત્યારે અમદાવાદ ખાતે જીવનશધ્યા વૃદ્ધાશ્રમ નારણપુરા ના વડીલોને અમદાવાદ હેરિટેજ પતંગ હોટલમાં નિશુલ્ક  ભોજન, હેરિટેજ પ્રદર્શન નિહારવાનું  આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌ વૃદ્ધાશ્રમ ના વડીલો ખુબજ ખુશ થયાં હતા. ભોજન બાદ સૌ વૃદ્ધો ને ઉસ્મિતા બેન દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ ઉસ્મિતાબેન ઠક્કર, મેનેજિંગ ડિરેક્ટર, પતંગ હોટલ, તથા શ્રી ઉમંગભાઇ ઠક્કર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.

આ સેવા કાર્યનું આયોજન લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ ફોર્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow