માધુપુરા વિસ્તારમાં દેશી દારૂના બૂટલેગરો બન્યા બેફામ કે શું ??દેશી દારૂના અડ્ડા શરૂ કરાવી આપનાર ત્રિપુટી કોણ ?? જાણો કોણ કોણ ચલાવે છે દેશી દારૂના અડ્ડા ??

Oct 31, 2023 - 11:43
 0  144
માધુપુરા વિસ્તારમાં દેશી દારૂના બૂટલેગરો બન્યા બેફામ કે શું ??દેશી દારૂના અડ્ડા શરૂ કરાવી આપનાર ત્રિપુટી કોણ ?? જાણો કોણ કોણ ચલાવે છે દેશી દારૂના અડ્ડા ??

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જી.એસ. મલિક સાહેબ જ્યાર થી આવ્યા છે ત્યાર થી અમદાવાદ શહેરના પોલીસ કર્મીઓ અને બૂટલેગરો તથા અનેક બે નંબર ના ધંધા કરતા લોકો માં ડર ઊભો થઈ જવા પામ્યો છે કારણકે સ્વરછ છબી ધરાવતા પોલીસ કમિશ્નર જી.એસ.મલિક સાહેબ ને આ બધું પસંદ નથી અને જે વિસ્તારમાં આવું ચાલતું હોય તે વિસ્તારમાં પોતાની ટીમ પી.સી.બી દ્વારા રેડ કરી કાયદાકીય કાર્યવાહી કરી ને અનેક બૂટલેગરો ને પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યા છે.

પરંતુ અહી આજે વાત કરવામાં આવે તો માધુપુરા પોલીસ સ્ટેશનમાં બિરાજમાન પી.આઇ.શ્રી ને પોતાના વિસ્તારમાં ચાલુ થયેલા દારૂના અડ્ડાઓ ની માહિતી નથી કે શું ??

માધુપુરા પોલીસ સ્ટેશનમાં ત્રણ ત્રણ વહીવટદારો ની પી.આઇ.ને શું જરૂર પડી ??

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ માધુપુરા પોલીસ સ્ટેશનમાં વિવેક યાદવ,નરેશ પટણી,સુરેશ પટણી નામના ત્રણ ત્રણ વહીવટદારો દ્વારા અનેક દેશી દારૂના અડ્ડાઓ ચલાવવા ની મંજુરી આપી દીધી હોવાની માહિતી મળી રહી છે.

માધુપુરા વિસ્તારમાં શરૂ થયેલ દેશી દારૂના અડ્ડાઓ નું લીસ્ટ :

1.હસુબેન ઠાકોર

2.કમલેશ ઠાકોર

3.મનોજ ઉર્ફે મન્યો 

4.ભૂરિયો ઠાકોર

5.ભૂપેન્દ્ર ઉર્ફે ભોપો

6.મદીના નામની મહિલા ગુજરાતી શાળા નંબર 6 રામલાલ નો ખાડો પાસે દેશી દારૂનો અડ્ડો ચલાવે છે.

7.ખટ્ટો દિલ્હી દરવાજા પાસે જાહેરમાં દેશી દારૂનો અડ્ડો ચલાવે છે.

આટલા બધા દારૂના અડ્ડાઓ શરૂ થઈ ગયા હોવા છતાં પણ માધુપુરા પોલીસ સ્ટેશનમાં બિરાજમાન પી.આઇ.અજાણ છે કે શું ??

કે પછી માધુપુરા વિસ્તારની આ ત્રિપુટી પોલીસ સ્ટેશનમાં બિરાજમાન પી.આઇ.શ્રી ને મોટા સપના બતાવી વિશ્વાસ માં લઈ લીધા છે કે શું ??

વધુ વિગતો વાંચતા રહો આવતા અંક માં !!!!!!!!!!

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow