વડોદરામાં 'મોદી તુજસે વૈર નહિ, રંજન તેરી ખૈર નહિ!ના લાગ્યા પોસ્ટર! ભાજપમાં વધ્યું ટેંશન

Mar 20, 2024 - 12:05
Mar 20, 2024 - 12:09
 0  73
વડોદરામાં 'મોદી તુજસે વૈર નહિ, રંજન તેરી ખૈર નહિ!ના લાગ્યા પોસ્ટર! ભાજપમાં વધ્યું ટેંશન

વડોદરા લોકસભા બેઠક પરથી વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટને ભાજપે ત્રીજી વખત પણ ટીકિટ આપતા વડોદરા ભાજપમાં અસંતોષ જોવા મળી રહ્યો છે અને ગતરોજ ભાજપથી નારાજ ઇનામદારને માંડ પાટા ઉપર લાવ્યા બાદ આજે પોસ્ટર વોર શરૂ થતાં ભાજપનું ટેંશન વધ્યું છે કારણકે જૂથવાદની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે.

મહત્વનું છે કે રંજનબેન ભટ્ટને ભાજપે ત્રીજી વખત પણ ટીકિટ આપતા ભાજપના રાષ્ટ્રીય મોરચાના ઉપાધ્યક્ષ ડો.જ્યોતિ બેન પંડ્યાએ વિરોધ કરતા તેઓને પાર્ટી માંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ત્યારથી છૂપો અસંતોષ જોવા મળી રહ્યો છે.

દરમિયાન વડોદરામાં રંજન બેન વિરૂદ્ધ નારાજગી ચરમસીમાએ જોવા મળી રહી છે અને MLA વિસ્તારમાં ઠેરઠેર પોસ્ટરો લાગ્યા છે જેમાં  ‘મોદી તુજસે વેર નહીં, રંજન તેરી ખેર નહીં’ , ‘સત્તાના નશામાં ચૂર ભાજપા શું કોઈને પણ ઠોકી બેસાડશે?’જેવા પોસ્ટરો જોવા મળી રહયા છે.

વડોદરા શહેરના હરણી રોડ ઉપર આવેલ શ્રી લલ્લુભાઈ પાર્ક કો.હા સોસાયટી, ગાંધીપાર્ક સોસાયટી વગરે જગ્યાએ આ પ્રકારના પોસ્ટરો જોવા મળી રહયા છે.

ભાજપે જેઓને ત્રીજી ટર્મ માટે ટીકીટ આપી છે તે 57 વર્ષીય રંજનબેન ભટ્ટનો અભ્યાસ ઇન્ટર હાયર સેકન્ડરી સુધીનો ડૉ. રંજનબેન ભટ્ટ વડોદરા શહેરના ડેપ્યુટી મેયર હતા. 2014માં પહેલી વાર સાંસદ તરીકો ચૂંટાયેલા રંજનબેન ભટ્ટ ઉદ્યોગની સંસદીય કમિટિના સભ્ય રહ્યાં છે


વડોદરા ભાજપમાં જૂથવાદ જોવા મળ્યો છે ગતરોજ કેતન ઇનામદારે પણ રાજીનામુ આપ્યું અને પરત લીધું વગરે ઘટનાક્રમ બાદ રાજ્યભરમાં વડોદરા વાયેલું રહ્યું હતું અને ફરી આજે રંજનબેન વિરુદ્ધ પોસ્ટરો લાગતા ભાજપમાં અસંતોસની આગ હજુપણ જોવા મળી રહી છે જે આગામી ચુંટણી દરમિયાન કેટલી અસર કરશે તેતો સમયજ બતાવશે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow