અમદાવાદની નુતન વિદ્યાલય શહેરમાં કે ગ્રામ્યમાં ? : વર્તમાન અને પૂર્વ ડી.ઈ.ઓ.ની કારનામાની અદભૂત કહાની

Jun 9, 2023 - 18:17
 0  993
અમદાવાદની નુતન વિદ્યાલય શહેરમાં કે ગ્રામ્યમાં ? : વર્તમાન અને પૂર્વ ડી.ઈ.ઓ.ની કારનામાની અદભૂત કહાની

ગુજરાતના શિક્ષણ જગત માટે અત્યંત શરમજનક ઘટના 

અમદાવાદ જીલ્લાના ગ્રામ્ય વિસ્તાર ગેરતપુરમાં અમદાવાદ શહેરની નુતન વિદ્યાલય કેવી રીતે ટ્રાન્સફર થઇ..? ત્યાંથી શરુ થયેલી આ ભ્રષ્ટાચારની વાર્તા આ શાળાના સંચાલકો દ્વારા શાળાની મંજૂરી માટે ભરવામાં આવતું ફોર્મમાં તદ્દન ખોટી અને વાહિયાત માહિતી આપવમાં આવેલ છે અને સાચી માહિતી છુપાવવામાં આવી છે. શાળાના ફોર્મમાં જણાવેલ છે કે આ શાળા જ્યાં ટ્રાન્સફર કરવામાં આવે છે તેની આસપાસના ત્રણથી પાંચ કી.મી.ના વિસ્તારમાં એક પણ ગ્રાન્ટેડ માધ્યમિક શાળા આવેલ નથી. જે વાત તદ્દન ખોટી છે, આ શાળાની જ્યાં ટ્રાન્સફર થઇ છે તેનાથી ૧.૫ કે ૨ કી.મી.ના વિસ્તારમાં એક બે નહિ પરંતુ ત્રણ ત્રણ ગ્રાન્ટેડ શાળાઓ આવેલી છે. જે તે શાળાના સંચાલકો દ્વારા ’આ શાળાને મંજૂરી મળે તો અમારી સંખ્યામાં ઘટાડો થાય તેમ છે તેમજ આ શાળા શરુ કરવામાં આવે તેની સામે અમારો સખત વાંધો છે’ તેવી વાંધા અરજીઓ સહીત વિરોધ શિક્ષણ વિભાગની તમામ કચેરીઓ જેવી કે અમદાવાદ ડી.ઈ.ઓ.કચેરી, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગુજરાત માધ્યમિક શિક્ષણ કમિશ્નર, તથા ગુજરાતના માનનીય શિક્ષણ મંત્રી સમક્ષ રૂબરૂ રજૂઆત કરેલો છે. તેમ છતાં ભ્રષ્ટાચારથી ખદબદતા શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા આજદિન સુધી આ બાબતે કોઈ જ પગલા ભરવામાં આવેલ નથી અને આ શાળાને મંજૂરી આપવામાં આવેલ છે. જેના ટ્રાન્સફર ફોર્મમાં જણાવેલ કે શાળાનું વર્તમાન બિલ્ડીંગ જુનું તેમજ જજરિત હોવાથી શાળાને ટ્રાન્સફર કરવામાં માટે મંજૂરી આપવામાં આવે જયારે આજ શાળામાં આજ બિલ્ડીંગમાં આજની તારીખમાં પ્રાથમિક વિભાગ બિલકુલ બિન્દાસ અને બેખોફ પણે ચાલે છે, તો શું પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને જર્જરિત અને ભયજનક બિલ્ડીંગમાં ભણાવવામાં આવી રહ્યા છે..? આ બાબતે શિક્ષણ વિભાગ સાવ અજાણ છે કે નાણકીય વહીવટ લઈને ચુપ છે ? તે એક સૌથી મોટો પ્રશ્ન છે.


આ શાળામાં બીજું એક કૌભાડ એ પણ સામે આવ્યું છે કે સરકારશ્રીના નીતિનિયમ મુજબ જયારે સંજોગો અનિવાર્ય હોય અને શાળા ટ્રાન્સફર કરવી પડે ત્યારે ત્રણથી પાંચ કિમી.ના વિસ્તારમાં આવેલ ગ્રાન્ટેડ શાળાઓ પાસેથી ફરજીયાત એન.ઓ.સી. લેવી પડે છે. જયારે અહી આ કિસ્સામાં ત્રણથી પાંચ કી.મી.ના વિસ્તારમાં આવતી શાળાઓએ વાંધા અરજીઓ આપેલ હોઈ અને વિરોધ કરેલ હોય નીતીનીયમની ઐસીતૈસી કરી આ શાળાથી અંદાજે બારથી પંદર કી.મી. દુર આવેલી ત્રણ શાળાઓ (૧) રાજારામ વિદ્યાલય, વટવાગામ (૨) ફ્રેન્ડસ વિદ્યાલય, ઇસનપુર અને (૩) સરસ્વતી વિદ્યાલય, વિંઝોલ ગામ ની એન.ઓ.સી. રજુ કરેલ છે જે નીતિનિયમ વિરુદ્ધ છે જે એન.ઓ.સી. કોઈ  પણ રીતે કોઈ કાળે વેલીડ ગણી શકાય નહી પરંતુ અમદાવાદ ડી.ઈ.ઓ.કચેરી દ્વારા શિક્ષણની એવી દુકાન ખોલી છે કે પૈસા આપો તો ગમે તેવા ખોટા કામ પણ કરી આપવામાં આવે છે અને આ કિસ્સો તેનો મજબૂત અને જીવતો જાગતો પુરાવો છે.


હજી આ કૌભાડ અહી અટક્યું નથી હાલમાં જ ચાલુ વર્ષે ઉપરોક્ત શાળાને ધો.૧૧ ની મંજૂરી આપવામાં આવેલ છે જેમાં અમદાવાદ શહેરના વર્તમાન ડી.ઈ.ઓ. હિયરીંગ હાજર હતા અને તેમાં જણાવેલ કે આ શાળાની આસપાસ ત્રણ કી.મી.ની આસપાસ એક પણ ગ્રાન્ટેડ શાળા નથી જે તદ્દન અને હળહળતું જુઠ્ઠાણું


હતું, જયારે પૂર્વ ઇન્ચાર્જ ડી.ઈ.ઓ. પઢેરીયાના રીપોર્ટમાં સ્પષ્ટ જણાવેલ છે કે આ શાળાની આસપાસના ત્રણથી પાંચ કી.મી.ના વિસ્તારમાં ત્રણ ગ્રાન્ટેડ માધ્યમિક આવેલી છે. તો પહેલી નજરે અહી એ પ્રશ્ન થાય કે બંને ડી.ઈ.ઓ.માંથી સાચું કોણ...? કે પછી બંને ખોટા...? આનો જવાબ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ જ આપી શકે.


આ શાળાના મંજૂરીના પત્રને ધ્યાનથી જોવામાં આવે તો શિક્ષણ વિભાગના અધિક સચિવ ડો. ભાવેશ એરડાની સહીથી ધો.૧૧ ની મજૂરી આપવામાં આવલે છે, જેમાં સ્પષ્ટ લખેલું છે કે આ શાળાની આસપાસના વિસ્તારમાં ગ્રાન્ટેડ શાળા ના હોવાથી આ શાળાને મંજૂરી આપવામાં આવે છે. હવે અહી નવા અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે અગાઉ આ શાળા અમદાવાદ શહેરમાં ચાલતી હતી જ્યાં તેને ધો.૯ અને ૧૦ ની મંજૂરી મળેલ હતી, તો હવે આ ધો.૧૧ ની મંજૂરી તેને ક્યાં આપવામાં આવેલ છે..? તેનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. આ શાળા અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં ચાલશે કે ગ્રામ્ય વિસ્તારમાં આવતા ગેરતપૂરમાં ચાલશે..?

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow