ચોર ના ઘરે ચોરી, દાણચોરીનું સોનુ લઇ મુંબઈ જતા પેડલરો પોલીસનો ભોગ બન્યા

Aug 21, 2023 - 12:09
 0  46
ચોર ના ઘરે ચોરી, દાણચોરીનું સોનુ લઇ મુંબઈ જતા પેડલરો પોલીસનો ભોગ બન્યા

પોલીસ અધિકારીએ દાણચોરીનું સોનુ પડાવી લીધું, વહીવટદારની મધ્યસ્થીથી સમાધાન

માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરના સ્મગલર માટે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ હોટ ફેવરિટ છે. અખાતી દેશોમાંથી અથવા અન્ય કોઈ દેશમાંથી દાણચોરીનું સોનું અમદાવાદ એરપોર્ટ પર જ લાવવામાં આવતું હોય છે અને ત્યારબાદ સ્મગલરોની સિન્ડિકેટ દ્વારા તેને જે તે સ્થળે પહોંચાડવામાં આવતું હોય છે.

હવે જાણે કે ચોરના ઘરે ચોરી,, તેવો ઘાટ સ્મગલરના પેડલરો સાથે થયો હતો. મુંબઈના કુખ્યાત સ્મગલરના છ પેડલર દુબઈથી સોનુ iphone અને લેપટોપ લઈને અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા. એરપોર્ટ પર તેમની વ્યવસ્થા ગોઠવેલી હોવાથી તેઓ આ તમામ સામાન સાથે સલામત રીતે બહાર આવી ગયા.

હવે દાણચોરીનું સોનુ iphone અને લેપટોપ લઈ તેઓ બે ગાડીમાં મુંબઈ જઈ રહ્યા હતા. દાણચોરીનું ઓપરેશન સલામત રીતે પૂરું પાડ્યું હોવાથી તેઓ આનંદમાં હતા. તેઓ હજુ મહારાષ્ટ્રની બોર્ડરથી  દૂર હતા ત્યારે જ એક પોલીસ અધિકારીને માહિતી મળી કે આ પેડલર દાણચોરી નું સોનું લઈને  મુંબઈ જઈ રહ્યા છે.

પેડલરો જેવા પોતાની હદમાં પ્રવેશ્યા કે તરત જ પોલીસ અધિકારીએ તેમને ઉઠાવી લીધા તપાસ કરતા તેમની પાસેથી એક કિલો કરતાં વધારે સોનું iphone અને લેપટોપ મળી આવ્યા. સોનુ બીલવાળુ તો હતું નહીં એટલે પૂછપરછ દરમિયાન સોનુ દાણચોરીનું હોવાની કબુલાત કરી લીધી. હોશિયાર અધિકારીએ કોઈપણ જાતની કાર્યવાહી કર્યા વગર સોનાનો જથ્થો લઈને પોતાના ખાના મૂકી દીધો અને પેડલરોને રવાના કરી દીધા. કેટલાક iphone અને લેપટોપ પણ લીધા હોવાનું જાણી શકાયું છે.

હવે જેટલું સોનું હતું તે બધું અધિકારીએ લઈ લેતા પેડલરો મૂંઝાયા અને તેમણે આ બાબતે ગાંધીનગર અમદાવાદના સિનિયર પોલીસ અધિકારી સમક્ષ રજૂઆત કરવાની કવાયત શરૂ કરી. તેમણે યોગ્ય લીંક શોધવા માટે દક્ષિણ ગુજરાતના એક વગદાર વહીવટદાર ની મદદ માગી. વહીવટ દારે પૂછપરછ કરતા જે અધિકારીએ સોનુ પડાવી લીધું હતું તે સંપર્કમાં હોવાનું સામે આવ્યું તેણે દખલગીરી કરતા ચોક્કસ કમિટમેન્ટ સાથે અધિકારીએ સોનું પેડલરને પરત કરી દીધું અને ઘીના ઠામમાં ઘી જેવો ઘાટ પૂરો થઈ ગયો. સમગ્ર કવાયતમાં પેડલર પણ ખુશ ,પોલીસ અધિકારી પણ ખુશ અને વહીવટદાર પણ ખુશ થયો.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow