પટેલ ટ્રાવેલ્સ બસના ડ્રાઈવર બન્યા બેફામ તો માલિક મેઘજી પટેલ શા માટે છે ચૂપ ?? અગાઉ પણ પટેલ ટ્રાવેલ્સ આવી ચૂકી છે અનેક વિવાદોમાં !!

Nov 27, 2023 - 14:05
 0  231
પટેલ ટ્રાવેલ્સ બસના ડ્રાઈવર બન્યા બેફામ તો માલિક મેઘજી પટેલ શા માટે છે ચૂપ ?? અગાઉ પણ પટેલ ટ્રાવેલ્સ આવી ચૂકી છે અનેક વિવાદોમાં !!

અમદાવાદના શિવરંજની પાસે એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક નિર્દોષ યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર, અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પર એકપટેલ ટ્રાવેલ્સ બસના ડ્રાઈવરે સિગ્નલ પર ઉભા રહેલા યુગલને અડફેટે લીધુ હતું. આ દરમિયાન યુવતીનું માથું બસની નીચે આવી જતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

રવિવારે બનેલી ઘટનાને જેણે પણ જોઇ તે સૌ કોઇ ચોંકી ગયા હતા. બપોરે આશરે 3 વાગે યુગલ પોતાની બાઈક લઇને પોતાના લગ્નની ખરીદી કરવા માટે નીકળ્યા હતા. તેમના એક મહિના પછી લગ્ન હતા. ખરીદી કરવા નીકળેલા યુગલ શિવરંજની ચાર રસ્તા ઉપર બંધ સિગ્નલ ઉપર ઉભા હતા તે વખતે પટેલ ટ્રાવેલ્સના બસ ચાલકે બંધ સિગ્નલ ઉપર ઉભેલા બાઈક ચાલક ઉપર ચડાવી દીધી હતી. બાઈક ચાલકને સામાન્ય ઈજાઓ તથા પાછળ બેઠેલ હિરલ જાદવને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. બસ ચાલકે અકસ્માત બાદ તુરંત જ ત્યાથી ફરાર થવા દૌડ લગાવી હતી પણ સ્થાનિકોએ તેને ઝડપી લીધો હતો અને ટ્રાફિક પોલીસના હવાલે કર્યો હતો.

પટેલ ટ્રાવેલ્સના ડ્રાઈવરો બન્યા બેફામ !!

શું પટેલ ટ્રાવેલ્સના માલિક મેઘજી પટેલ આ મુદ્દે કોઈ કાર્યવાહી કરશે કે તાનાશાહી ચલાવશે ?

અગાઉ પટેલ ટ્રાવેલ્સ ની બસમાં દારૂની હેરાફેરી પણ પકડાઈ ચૂકી છે !!

પટેલ ટ્રાવેલ્સના માલિક મેઘજી પટેલ યુનિયન બનાવીને કરી રહ્યા છે તાનાશાહી !!

પાલડી ચાર રસ્તા પાસે પણ બેફામ ફરી રહી છે પટેલ ટ્રાવેલ્સની બસો !!

જો અત્યારે કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવે તો ભવિષ્યમાં બીજી કોઈ ઘટના બને તો નવાઈ નહિ !!

શું પટેલ ટ્રાવેલ્સના માલિક મેઘજી પટેલને રાજકીય હાથ છે?

પટેલ ટ્રાવેલ્સના માલિક મેઘજી પટેલને કોના છે આશીર્વાદ ??

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow