જો ઉપર વાળાએ તમને સ્વસ્થ શરીર અને સારી આવક આપી હોય તો તમારે લોકોની ભલાઈના રસ્તે 100% ચાલવું જોઈએ. ગરીબ અને મધ્યમ વર્ગની મદદ કરીને તેમના જરૂરિયાત સમયમાં સાચા મદદગાર બનીને બતાવું જોઈએ.
જે લોકોના શરીર અટ્ટટા કટ્ટા હોવવા છતાં લોકોનું સારું વિચારવા કરતા પોતાનું સારું બનીને સ્વાર્થીપનુ દેખાડતા હોય છે તો તેનાથી સારા નાના બાળકો છે કે જે તેઓ બાળપણમાં તેમને કોઈ પણ કામ બોલો તો તેવો કામ કરવામાં ના નથી પાડતા.
તો આવાજ કેટલાક યુવાનો વિશે આજે આ લેખ લખવામાં આવ્યું છે કે જે રોજે કામ ધંધા ઉપર જાય છે, પોતાના ઘરની જવાબદારીને સાંભળીને પોતાના બાકી બચેલા સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે પોતાનો કિંમતી સમય કાઢીને તેમની મદદ કરે છે.
હવે સવાલ એ થાય છે કે કઈ રીતે મદદ કરે છે અને કેમ કરે છે??
આ સવાલનો જવાબ આપતા પહેલા આપને એ જણાવી દઈએ કે એ યુવાનો એટલે બહેરામપુરા ટાસ્ક ફોર્સ સામાજિક ગ્રુપના સદસ્યો છે. જેઓ દાણીલીમડા વિસ્તારમાં આસપાસમાં જ રહે છે અને રાત પડતા ની સાથે તેઓ એકત્ર થઈને નીચે મુજબની લોકોને મદદ કરે છે.
સરકારી યોજનાઓના ફોર્મ ભરવા
આધાર કાર્ડ, પાનકાર્ડ, રેશન કાર્ડ સહિતના જરૂરી સરકારી પુરાવામાં ગરીબ અને અભણ લોકોને સલાહથી લઈને તેમનો કામ સફળ બનાવવા સુધી જોડે ઊભા રહવું
બ્લડ ડોનેશન કેમ્પ
ગરીબ પછાત લોકો માટે વિના મુલ્યે અનાજની કીટ વિતરણ હોય કે પછી મેડિકલ કેમ્પ સહિતની સેવાઓ આપવી
આવી તમામ સેવાઓમાં બહેરામપુરા ટાસ્ક ફોર્સના સદસ્યો નિસ્વાર્થ અને કોઈ પણ પૈસાની લાલચ વગર લોકોને આપી રહ્યા છે જે ખરેખર બિરદાવવા લાયક છે….એક સલામ છે આવા યુવાનો માટે….????