શહેરના હેરિટેજ વિસ્તાર ખાડિયાને ગેરકાયદેસર બાંધકામોનો અડિંગો બનાવનાર બિલ્ડર નિગમ મણિયારની લુખ્ખાગીરી !! ભાજપના કોર્પોરેટર ને જ આપી ધમકી ! થઈ ફરિયાદ !!

શહેરના ખાડિયાના ભાજપના કોર્પોરેટર એક વૃદ્વાનું મકાન પચાવી પાડવા મામલે વચ્ચે પડીને ન્યાય અપાવવાની વાત કરતા મકાન પર ગેરકાયદેસર કબ્જો કરનાર વ્યક્તિએ તેને ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે કાલુપુર પોલીસે નગરસેવક ઉમંગ નાયકની ફરિયાદને આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલી દૂર્ગામાતાની પોળમાં રહેતા ઉમંગભાઇ નાયક ખાડિયા વોર્ડમાં કોર્પોરેટર છે અને તેમની ઓફિસ કાલુપુર સ્વામીનારાયણ મંદિર પાસે આવેલી છે.
ગત ૧૧મી તારીખે સવારે તેમને બે યુવકો મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે ખાડિયા મોટા સુથારવાડામાં રહેતા ૮૮ વર્ષના રમીલાબેન વર્ષોથી ભાડૂઆત તરીકે રહે છે. આ મકાનમાં કબ્જેદાર ન હોવા છતાંય, નિગમ મણિયાર નામના માથાભારે વ્યક્તિએ મકાન ખાલી કરાવીને મકાનનો ગેરકાયદેસર કબ્જો કરી લીધો છે.જેથી તેમણે વૃદ્વાને મદદ કરવાની ખાતરી હતી અને દાણાપીઠ ખાતે એસ્ટેટ વિભાગમાં આ બાબતે જાણ પણ કરી હતી. તેમજ ૧૬મી તારીખે નિગમ મણિયારે વિરૂદ્વ તેમણ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતુ. જો કે શનિવારે રાતના સમયે નિગમ મણિયારે તેમને કોલ કરીને ધમકી આપી હતી કે આ બાબતે વચ્ચે પડીને પોલીસ ફરિયાદ કરશો. તમને જોઇ લેવા પડશે. આ ઉપરાંત, જાતિ વિષયક શબ્દો પણ ક્હ્યા હતા. જેથી આ અંગે તેમણે કાલુપુરપોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
What's Your Reaction?






