સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવનાર ડ્રગસકાંડનાં પકડાયેલ માસ્ટર માઇન્ડનાં ભાગીદાર ભૂપેન્દ્રસિંહ રેહવર કોણ ?? શા માટે હજુ સુધી નથી કરાઈ ધરપકડ ??

Nov 23, 2023 - 11:32
 0  409
સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવનાર ડ્રગસકાંડનાં પકડાયેલ માસ્ટર માઇન્ડનાં ભાગીદાર ભૂપેન્દ્રસિંહ રેહવર કોણ ?? શા માટે હજુ સુધી નથી કરાઈ ધરપકડ ??

સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ દ્વારા અમદાવાદ સહિત ગુજરાતમાં વિવિધ દવાની ફેક્ટરીઓ ઉપર દરોડા પાડીને કરોડો રૂપિયાના ડ્રગસ નો જથ્થો જપ્ત કર્યો છે.સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ નાં અધિકારીઓ દ્વારા નરોડાના કૃષ્ણનગર ખાતે રહેતા જેનિસ ગાંધીની ધરપકડ કરવામાં આવી છે અને તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.મોટી માત્રા માં ડ્રગસ પણ રિકવર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે.તપાસ નો રેલો અન્ય દવા કંપનીઓ તેમજ અમદાવાદ શહેરના સ્થાનિક સરકારી અધિકારીઓ સુધી પણ જઈ શકે છે.

જનતાની જમાવટ દૈનિક ન્યુઝ પેપર મળતા આધારભૂત પુરાવા મુજબ જેનિસ ગાંધી ને તો આવા બીજા અનેક ગોડાઉનો આવેલા છે.નરોડાના માસ્ટર માઇન્ડ જેનિસ ગાંધી પાલડી,કૃષ્ણનગર તેમજ હિંમતનગર ખાતે પણ આ ડ્રગસ નો માસ્ટર માઈન્ડ જેનિસ ગાંધી ભૂપેન્દ્રસિંહ રેહવર સાથે ભાગીદારીમાં સ્યામક ફાર્માસ્યુટિકલ નામની કંપની ધરાવે છે.જો તાત્કાલિક અસરથી આ બાબતે ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો જેનિસ ગાંધી જેવા અનેક નામો બહાર આવે તેવી શક્યતાઓ રહેલી છે અને રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય રેકેટ નો પર્દાફાશ થઈ શકે છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow