અમદાવાદમાં ફાયર ઓફિસર કેઝાદ દસ્તુર અને સ્વસ્તિક જાડેજાની 'ભરતી' કોણે કરી? વધુ એક'નકલી ભરતી કાંડ' ખુલશે?

Jan 9, 2024 - 17:03
 0  135
અમદાવાદમાં ફાયર ઓફિસર કેઝાદ દસ્તુર અને સ્વસ્તિક જાડેજાની 'ભરતી' કોણે કરી? વધુ એક'નકલી ભરતી કાંડ' ખુલશે?

ગુજરાતમાં આજકાલ સરકારી ખાતાઓમાં 'બોગસ' અને 'નકલી' ટ્રેન્ડ ઉપર ચાલી રહ્યું છે ત્યારે આવુજ કઈક  અમદાવાદમાં ફાયર વિભાગમાં જોવા મળ્યુ છે અને જે વાત સામે આવી તે જાણી સૌ કોઈ ચોંકી ગયા છે કારણ કે ખરેખર લાયકાત ધરાવતા ઉમેદવારને નોકરી મળતી નથી પણ લાગવગ હોયતો લાયકાત કે અનુભવની પણ જરૂર પડતી નથી તે વાત અહીં સાબિત થતી જણાઈ રહી છે.

વાત જાણે એમ છે કે ફાયર વિભાગમાં બે પૂર્વ ચીફ ફાયર ઓફિસરોના પુત્રો ભારે ચર્ચામાં આવ્યા છે અને આ પૂર્વ ઓફિસરોએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને પોતાના સંતાનો એવા કેઝાદ દસ્તુરને નોકરીમાં ઘુસાડી દીધા હોવાની વાત સામે આવતા ભારે સનસનાટી મચી ગઈ છે.

ફાયરમાં ખોટી રીતે ભરતી થઈ ગયેલા  અધિકારીઓ નીચે હવે રેલો આવતા જવાબદાર અધિકારીઓ ફફડી ઉઠ્યા છે.

મ્યુનિ. વિજિલન્સ વિભાગ દ્વારા આવા આઠ જેટલા અધિકારીઓને ચાર્જશીટ આપી છે અને વધુ બે ડિવિઝનલ ફાયર ઓફિસર કેઝાદ મેહનોસ દસ્તુર અને સ્વસ્તિક જાડેજા બંને સામે તપાસ શરૂ કરી છે જેમાં કેઝાદને ચાર્જશીટ આપી છે અને સ્વસ્તિક સામે પગલાં ભરવા કાનૂની અભિપ્રાય લીધા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ આખા મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે  કેઝાદ દસ્તુરના પિતા એમ.એફ.દસ્તુર તેમજ સ્વસ્તિક જાડેજાના પિતા  બિપીનચંદ્ર જાડેજા બંને અમદાવાદના ચીફ ફાયર ઓફિસર જેવા હોદ્દા ઉપર રહી ચૂક્યા છે અને આક્ષેપ એવો પણ થઈ રહ્યો છે કે આ બંને અધિકારી ફાયર વિભાગમાં ઉચ્ચ હોદ્દા ઉપર હતા ત્યારે તેમણે સત્તાનો દુરુપયોગ કરી પોતાના  સંતાનોને નોકરી અપાવી હતી.

મહત્વનું છે કે જ્યારે મ્યુનિ.એ ડિવિઝનલ ફાયર ઓફિસરની ભરતીની જાહેરાત આપી હતી તેમાં સિલેકટેડ થયેલા સ્વસ્તિક જાડેજા પાસે જાહેરાતમાં માગ્યા મુજબ  એક્સપ્રિયન્સ સહિત એનએફએસસીમાંથી મેળવેલ સબ ઓફિસર, ડિવિઝનલ ઓફિસરના સર્ટિફિકેટની સ્પોન્સરશિપ સામે પણ સવાલો ઉઠ્યા છે અને વાત સામે આવતા હવે મામલો ચાર્જશીટ સુધી પહોંચી ગયો છે.
a
આમ,અમદાવાદમાં સામે આવેલા આ ચોંકાવનારા પ્રકરણમાં તપાસ દરમિયાન મોટા ખુલાસા થઈ શકે છે અને ફરી એકવાર બોગસ ભરતી પ્રકરણનો મામલો સામે આવી શકે છે જેમાં સંડોવાયેલા કેટલાક નવા નામોના પણ ખુલાસા થવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow