બાપ બળાત્કારી અને દીકરાએ લીધા 9 લોકોના જીવ ! શુ હવે પોલીસ આ નબીરાઓની કેવી સરભરા કરશે !? સાથે બેસનાર બડે બાપની ઓલાદ છોકરી કોણ હતી !?

સલગ: એસજી હાઇવે પર સૌથી ભયાનક હિટ એન્ડ રન.. 9ના મોત 20 ઘાયલ.
એન્કર: અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે. આ અકસ્માત અમદાવાદમાં સૌથી મોટો ગણી શકાય તેવા અકસ્માતમાંનો છે તેવું માનવામાં આવી રહ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શહેરના એક નબીરાએ 9 લોકોને ઉડાવ્યા છે. જેમાં 9 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે અને 20 ઘાયલ થયા છે. ઘાયલોને સોલા સિવિલ અને સિમ્સ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં એક પોલીસ કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનનું મોત થયું છે. રાજપથ ક્લબ તરફથી આવી રહેલી જેગુઆર કારે લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં રોડ પર લોહીના ખાબોચિયા ભરાય ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ફિલ્મમાં જે દ્રશ્ય સર્જાય છે તેમ લોકો 25 ફૂટ 30 ફૂટ દૂર ફંગોળાયા હતા. સૂત્રો દ્વારા મળતી વિગત મુજબ અકસ્માત સર્જનારનું નામ તથ્ય પટેલ હોવાનું જાણવા મળી રહેલ છે જે ગોતના પ્રખ્યાત બિલ્ડર અને 2020ના રાજકોટની યુવતી સાથે દુષ્કર્મ કેસના આરોપી પ્રગનેશ પટેલનો પુત્ર છે. તથ્ય પણ હાલ સારવાર હેઠળ છે. એસયુવી અને ડમ્પર સાથેની ટક્કર બાદ જેગુઆર કાર ટકરાઈ હતી. જીજે 1 ડબ્લ્યુકે 93 નંબરની જેગુઆર કાર ચલાવી રહ્યો હતો તથ્ય. અકસ્માત થતા જ ચારે તરફ ચિચિયારીઓ જોવા મળી હતી. કારની સ્પીડ 160 ની ઉપર હોવાનું જાણવા મળી રહ્યું છે. સવાલ એ થાય છે કે કયા સુધી આવા નબીરાઓ બેફામ બની આવી ઘટનાઓને અંજામ આપી લોકોને મૌતમાં ધકેલતા રહેશે? ક્યાં સુધી આવા અકસ્માતો થતા રહેશે? પોલીસ આ બાબતે કડક કાર્યવાહી કરી ન્યાય અપાવશે કે કેમ? જેની પુરી તપાસ થાય તેવી લોકોની માંગ ઉઠી રહી છે.
તથ્યના પિતા વિરુદ્ધ નોંધાયેલ ગુના
સોલામાં- 2
શાહપુર- 1
રાણીપ- 1
ક્રાઈમ બ્રાન્ચ- 1
મહિલા ક્રાઈમ- 1
ડાંગમાં NC ફરિયાદ
મહેસાણા- 1
What's Your Reaction?






