AHMEDABAD : કરોડો રૂપિયાના ફડચામાં ચાલી રહેલી અમદાવાદ મનપાની ટ્રાન્સપોર્ટ સર્વિસ(AMTS) દ્વારા  નવી ડબલ ડેકર બસની નવા રૂટ માં થશે શરૂઆત !!

Mar 12, 2024 - 12:30
 0  18
AHMEDABAD : કરોડો રૂપિયાના ફડચામાં ચાલી રહેલી અમદાવાદ મનપાની ટ્રાન્સપોર્ટ સર્વિસ(AMTS) દ્વારા  નવી ડબલ ડેકર બસની નવા રૂટ માં થશે શરૂઆત !!

અમદાવાદ શહેરના રોડ ઉપર 33 વર્ષ બાદ ડબલ ડેકર બસ દોડાવવામાં આવી રહી છે. રૂટ નંબર 401માં વાસણા- વાડજ રૂટ પર ડબલડેકર ઇલેક્ટ્રિક એસી AMTS બસની શરૂઆત બાદ હવે 13 માર્ચથી અન્ય ત્રણ નવા રૂટ ઉપર ડબલ ડેકર બસ દોડશે. લાલદરવાજાથી શીલજ, નરોડાથી લાંભા સર્કલ અને સારંગપુરથી સિંગરવા ગામ સુધી ડબલ ડેકર એસી બસ ચલાવવામાં આવશે. હવે કુલ 4 રૂટ ઉપર ડબલ ડેકર બસ દોડશે બાકીના ત્રણ રુટ ઉપર પણ ટૂંક સમયમાં બસો દોડાવવામાં આવશે.
આ ડબલ ડેકર બસમાં નીચે 29 અને ઉપર 36 એમ કુલ 60થી વધુ પેસેન્જર બેસવાની ક્ષમતા ધરાવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં 7 જેટલી બસ ખરીદી દોડાવવામાં આવનાર છે. પહેલી બસ વાસણા- વાડજ વચ્ચે દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ડબલ ડેકર એસી બસનું ભાડું હાલમાં જે પ્રવર્તમાન દર છે તે મુજબનું જ રહેશે. ડબલ ડેકર ઈલેક્ટ્રીક એસી બસમાં નીચેના ભાગે બે અને ઉપરના ભાગે બે એમ કુલ 4 જેટલા CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. કોઈપણ ઈમરજન્સી અથવા તો એનાઉન્સમેન્ટ માટે ડ્રાઇવર પાસે વોકીટોકી સેટ રાખવામાં આવ્યો છે. જે મારફતે ડ્રાઇવર બસમાં એનાઉન્સમેન્ટ કરી શકશે.
ડ્રાઇવરના સામેના ભાગમાં CCTV કેમેરાનું ડેશબોર્ડ લગાવવામાં આવેલું છે. જેમાં CCTV લાઈવ જોઈ શકાય છે. ફુલ્લી એર કન્ડિશનર બસ છે. દરેક સીટ વચ્ચે યુએસબી લગાવવામાં આવ્યા છે. જેમાં મોબાઈલ ચાર્જ સુવિધા પણ છે. બસના આગળ પાછળ અને સાઈડના તરફ રૂટની માહિતી દર્શાવતા ડિજિટલ રૂટ બોર્ડ પણ લગાવવામાં આવેલા છે. તેમજ મુસાફર સલામતી માટેના ઇમરજન્સી એક્ઝિટના કાંચ બ્રોકર પણ રાખવામાં આવ્યા છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow