જો તમારી પાસે પણ આ મોડલની કાર છે, તો દંડ થશે રૂ. 20 હજાર; દિલ્હીમાં મોટો નિર્ણય

દિલ્હીમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યા બાદ દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. વાહન પ્રદુષણ ઘટાડવા માટે કેટલાક વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો આવા વાહનો રસ્તા પર દોડતા જોવા મળશે તો 20,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. BS-Ill પેટ્રોલ, BS-IV ડીઝલ LMV (4 વ્હીલર) વાહનો પર પ્રતિબંધ છે. દિલ્હી સરકારનું કહેવું છે કે આ વાહનો સામે મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ 194(1) હેઠળ કાર્યવાહી કરવામાં આવશે, જેમાં 20,000 રૂપિયાના દંડની જોગવાઈ છે.
What's Your Reaction?






