અંકિતા લોખંડે બિગ બોસ સીઝન 17માં જોવા મળી હતી.ઘરમાંથી બહાર નીકળ્યા બાદ અંકિતા લોખંડે સતત કામ કરતી જોવા મળે છે. શોમાંથી બહાર આવ્યા બાદ અંકિતા લોખંડેએ રણદીપ હુડ્ડા સાથે ફિલ્મ સ્વતંત્ર વીર સાવરકરમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેની ભૂમિકા માટે તેને ઘણી પ્રશંસા પણ મળી હતી. સૂત્રોને ટાંકીને સમાચાર આવ્યા કે અંકિતા લોખંડેને કરણ જોહરની ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 3’માં રોલ ઑફર કરવામાં આવ્યો હતો અને તેણે આ પ્રોજેક્ટમાં કામ કરવાની ના પાડી દીધી હતી.
SOTY 3 માં કામ કરવાની ના પાડી?
ન્યૂઝ 18ના અહેવાલ મુજબ, અંકિતા લોખંડેની નજીકના એક સૂત્રએ ખુલાસો કર્યો હતો કે તેને કરણ જોહરના સ્ટુડન્ટ ઑફ ધ યરનો રોલ ઑફર કરવામાં આવ્યો હતો અને તેણે તે કરવાનો ઇનકાર કરી દીધો હતો. જો કે હવે અંકિતા લોખંડેની પીઆર ટીમે આ સમાચારને ખોટા ગણાવ્યા છે. અંકિતાની PR ટીમ પાસેથી મળેલી માહિતી મુજબ અંકિતા ક્યારેય આ પ્રોજેક્ટનો ભાગ ન હતી.
SOTY 3 એક વેબ સિરીઝ હશે ફિલ્મ નહીં
તમને જણાવી દઈએ કે, સ્ટુડન્ટ ઓફ ધ યર ફિલ્મ નહીં પરંતુ વેબ સિરીઝ હશે. કરણ જોહર આ વેબ સિરીઝમાં શનાયા કપૂર અને ઈબ્રાહિમ અલી ખાનને લોન્ચ કરી શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
તમને જણાવી દઈએ કે, સ્ટુડન્ટ ઑફ ધ યર વર્ષ 2012માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મથી આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાને લોન્ચ કરવામાં આવ્યા હતા. જ્યારે, સ્ટુડન્ટ ઑફ ધ યર વર્ષ 2019માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ, અનન્યા પાંડે અને તારા સુતારિયા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.