દિલ્હીના મુસ્તફાબાદમાંથી નાની કરિયાણાની દુકાન ચલાવતા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ઉત્તર પ્રદેશનો એ જ ડાકુ છે જે 37 વર્ષ પહેલા 7 વર્ષની સજા ભોગવીને ફરાર થઈ ગયો હતો. હવે આ જ ડાકુ દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાંથી ઝડપાયો છે. આ વ્યક્તિની ઓળખ હાસિમ તરીકે કરવામાં આવી છે જેણે 1979માં બાદપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘરમાં લૂંટ ચલાવી હતી.
દૈનિક જાગરણના અહેવાલ મુજબ, લૂંટ પછી તેને સીજેએમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો જ્યાં કોર્ટે તેને 7 વર્ષની સજા સંભળાવી. આ પછી તેણે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. તેને કોર્ટમાંથી જામીન મળી ગયા. જોકે, બાદમાં કોર્ટે 1986માં બિનજામીનપાત્ર વોરંટ જારી કરીને સજાને યથાવત રાખી હતી. પરંતુ ત્યારબાદ આરોપી મિલકત વેચીને નાસી ગયો હતો. ત્યારથી અત્યાર સુધી પોલીસ તેને શોધવામાં વ્યસ્ત હતી. 37 વર્ષ બાદ પોલીસને આ કેસમાં સફળતા મળી છે અને ડાકુની તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે.
એક નાની ભૂલ મોંઘી સાબિત થઈ
રિપોર્ટ અનુસાર, હાસિમનો એક ભાઈ નજીબાબાદના સહારનપુરમાં રહે છે. હાસીમ તેના ભાઈના સંપર્કમાં હતો. જ્યારે પોલીસના જાણકારે આ અંગે જાણ કરી તો પોલીસ તરત જ તેના ભાઈના ઘરે પહોંચી અને સમગ્ર સત્ય બહાર કાઢ્યું. આ પછી પોલીસ દિલ્હી પહોંચી અને આરોપીની ધરપકડ કરી.
આરોપી ઉત્તર પ્રદેશથી ભાગીને દિલ્હીમાં રહેતો હતો. તેણે અહીં પોતાનું ઘર બનાવ્યું હતું અને અહીંથી કરિયાણાની દુકાન ચલાવી હતી જ્યારે તેના પુત્રો કામ કરતા હતા.