સુરતમાં ગરબા દરમિયાન પાર્કિંગને લઈને થઈ બબાલ, બે ભાઈઓની હત્યા

Oct 24, 2023 - 12:08
 0  1
સુરતમાં ગરબા દરમિયાન પાર્કિંગને લઈને થઈ બબાલ, બે ભાઈઓની હત્યા

ગુજરાતના સુરત શહેરમાં ગરબા દરમિયાન દ્વિચક્રી વાહનોના પાર્કિંગ અંગેના વિવાદને પગલે મધરાતે ત્રણ હુમલાખોરો દ્વારા બે ભાઈઓની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના રવિવારે રાત્રે 12.30 કલાકે બની હતી. ગરબા કાર્યક્રમ દરમિયાન ત્રણ લોકો સામસામે અથડાયા ત્યારે પાર્કિંગના મુદ્દે વિવાદ શરૂ થયો હતો. સુરતના અમરોલી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ ત્યારે વણસી ગઈ જ્યારે બે ભાઈઓ, 28 વર્ષીય રાહુલ પીપલ અને 23 વર્ષીય પ્રવીણ પીપલ પર આ શખ્સોએ હુમલો કર્યો અને છરીના ઘા મારીને હત્યા કરી નાખી.

હુમલાખોરોની ઓળખ રાહુલ ઉર્ફે બબલુ, કરણ ઉર્ફે અજ્જુ અને દીપક ઉર્ફે વિશાલ તરીકે થઈ છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે રાહુલ હજુ ફરાર છે જ્યારે અન્ય બેની ડબલ મર્ડર કેસમાં ધરપકડ કરવામાં આવી છે. મૃતકનો ભાઈ મૂળ મહારાષ્ટ્રના બુલઢાણાનો વતની છે અને તેના પરિવાર સાથે અમરોલી વિસ્તારમાં રહેતો હતો.

મોટો ભાઈ રાહુલ પીપલ તેની પત્ની અને પુત્ર સાથે રહેતો હતો. તે તેના પિતા સાથે મોચી તરીકે કામ કરતો હતો, જ્યારે પ્રવીણ હીરાની કંપનીમાં નોકરી કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર બંને ભાઈઓ રહેણાંક સોસાયટીમાં ગરબાની ઉજવણીમાં વ્યસ્ત હતા. આ દરમિયાન તેનો સામનો કેટલાક તોફાની તત્વો સાથે થયો હતો. બદમાશોએ પાર્ક કરેલ વાહન હટાવવાની માંગ કરી હતી. જેના કારણે મામલો વધુ વણસી ગયો હતો અને બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

અધિકારીઓએ જણાવ્યું કે પાછળથી ત્રણ બદમાશો આવ્યા અને અચાનક બંને ભાઈઓ પર હુમલો કર્યો. આ હુમલામાં મોટા ભાઈને બચાવવા જતાં નાના ભાઈએ જીવ ગુમાવ્યો હતો. બંને ઘાયલ ભાઈઓને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેઓને બચાવી શકાયા ન હતા. બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઘટનાને લઈને વિસ્તારમાં તણાવનો માહોલ છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow