2014 માં ભાજપના વાસણા વોર્ડના પ્રમુખ અને હાલના એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ ના પુત્ર સન્ની શાહ અને મહામંત્રી ઉપર કરવામાં આવેલ ખોટા કેસમાં મેટ્રો કોર્ટે નિર્દોષ છોડ્યા !!

Jan 23, 2024 - 15:38
 0  93
2014 માં ભાજપના વાસણા વોર્ડના પ્રમુખ અને હાલના એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ ના પુત્ર સન્ની શાહ અને મહામંત્રી ઉપર કરવામાં આવેલ ખોટા કેસમાં મેટ્રો કોર્ટે નિર્દોષ છોડ્યા !!

ગુજરાત રાજ્યમાં 2014માં પાપા પગલી કરવા આવેલ આમ આદમી પાર્ટી દ્વારા કેજરીવાલ નો રોડ શો રાખવામાં આવ્યો હતો જેમાં આમ આદમી પાર્ટીના વાસણા ના નેતાઓએ ભાજપના વાસણા વોર્ડ ના પ્રમુખ અને હાલના ચાલુ ધારાસભ્ય અમિત શાહ ના દીકરા સન્ની શાહ અને મહામંત્રી અને કાર્યકર ઉપર ખોટી રીતે કેસ કરવામાં આવ્યો હતો જે બાદ કેસ ચાલવા ઉપર આવતા આજ રોજ આમ આદમી પાર્ટીના નેતાઓ કરેલ ખોટા કેસની નોંધ લઈ નામદાર મેટ્રો કોર્ટ દ્વારા ભાજપના વાસણા વોર્ડના પ્રમુખ અને મહામંત્રી સહિતના કાર્યકર્તાઓ ને પુરાવા ના અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે જેથી આમ આદમી પાર્ટીની ખોટી ફરિયાદ કરવાની ચાલ કોર્ટ માં ચાલી ન હતી.

અમદાવાદના વાસણા ખાતે આવેલ શ્રેયસ બ્રીજ ખાતે બે -ત્રણ લાફા મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ફરિયાદી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. તેણે અનુસંધાને કોર્ટ દ્વારા સબુત ન મળતા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે

અમદાવાદના વાસણા ખાતે આવેલ શ્રેયસ બ્રીજ ખાતે આમ આદમી પાર્ટીના બી.આર.બારોટ દ્વારા વાસણા વોર્ડના પ્રમુખ અને અન્ય ભાજપના કાર્યકર્તા સામે ગુનો દાખલ કરવામ આવ્યો હતો. આમ આદમી પાર્ટીના બી.આર.બારોટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાજપના વોર્ડના પ્રમુખ અને સાથે તેમના સાથી દ્વારા મને શ્રેયસ બ્રીજ ખાતે બે -ત્રણ લાફા મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે બાદમાં બોગ બનનાર બી.આર.બારોટ દ્વારા નજીક પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ્ કરવામાં આવી હતી. બાદમાં આ મામલો કોર્ટમાં પોહ્ચ્યો હતો કોર્ટ દ્વારા કોઈ સબુત ન મળતા તમામ આરોપીને મેટ્રો કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

નોધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચુંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલની રેલી દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર દ્વારા વાસણા વોર્ડના પ્રમુખ સન્ની શાહ અને અન્ય ભાજપના કાર્યકર્તા સામે ખોટી રીતે FIR નોધાવી હતી. અને વાસણા વોર્ડના પ્રમુખની કારકિર્દી ને ઠેશ પહોચાડવા માટે આમ આદમી પાર્ટી દ્વારા કોઈ પણ પુરાવા વગર એમની સામે ફરિયાદ કરી હતી. બાદમાં આં કેસ કોર્ટમાં પોહ્ચતા કોર્ટ દ્વારા ફરિયાદી પાસે પુરાવા માંગતા કોઈ પણ પુરાવા ન મળતા તમામ લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow