ભારત-પાકિસ્તાન મેચમાં 1.30 લાખ જેટલા પ્રેક્ષકોને આપવામાં આવશે પાણી ફ્રી...ફ્રી...ફ્રી

Oct 13, 2023 - 12:02
 0  0
ભારત-પાકિસ્તાન મેચમાં 1.30 લાખ જેટલા પ્રેક્ષકોને આપવામાં આવશે પાણી ફ્રી...ફ્રી...ફ્રી

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ રમાનાર છે. બીજી તરફ ગરમીનું પણ પ્રમાણ વધુ જોવા મળશે, ત્યારે મેચ જોવા આવનારા લોકો માટે એક સંસ્થાએ પાણીની વ્યવસ્થા કરી છે જે તદ્દન ફ્રી આપવામાં આવશે. સ્ટેડિયમના કાફેટ એરિયામાં પાણીનું સ્ટેન્ડ ઉભું કરવામાં આવશે, જ્યાં પ્રેક્ષકોએ જાતે ઉભા થઈને પીવા જવાનું રહેશે. પાણી કાગળના કપમાં આપવામાં આવશે. આમ જોઈએ તો ગરમીને કારણે લોકો સાડા ત્રણ લાખ લીટર પાણી પી જાય તેવી શક્યતા છે. એટલે 4 લાખ લીટર પાણીની વ્યવસ્થા કરવી પડશે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow