કોંગ્રેસે મંગળવારે લોકસભા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. તેમાં 43 ઉમેદવારોના નામ છે. પૂર્વ સીએમ કમલનાથના પુત્ર નકુલ નાથને છિંદવાડાથી અને રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને જાલોરથી ટિકિટ આપવામાં આવી છે.
અગાઉ પાર્ટીની પ્રથમ યાદીમાં 39 નામની જાહેરાત કરવામાં આવી હતી. આ રીતે કોંગ્રેસે અત્યાર સુધીમાં 82 નામોની જાહેરાત કરી છે.
6 રાજ્યોમાંથી 43 નામ, જેમાં 13 ઓબીસી આસામથી 12, ગુજરાતથી 7, મધ્યપ્રદેશથી 10, રાજસ્થાનથી 10, ઉત્તરાખંડથી 3 અને દમણથી 1 ઉમેદવારનું નામ છે. આ યાદીમાં OBC- 13, SC-10, ST-9 અને એક મુસ્લિમ છે.
કોંગ્રેસ ના સોશિયલ મીડિયાના ચેરમેન તરીકે અનેક કૌભાંડ કરનાર રોહન ગુપ્તાને અમદાવાદ પૂર્વ થી અપાઈ ટિકિટ !!
કોંગ્રેસ ના નેતા એહમદ પટેલે કોંગ્રેસ કાર્યાલય બનાવવા આપેલી જમીન કૌભાંડ માં પણ રોહન ગુપ્તાનું નામ હતું ચર્ચા માં !!
શું રોહન ગુપ્તા કોંગ્રેસના નેતાઓની પોલ ના ખોલે તે માટે કોંગ્રેસે આપી ટિકિટ ??
અમદાવાદ પશ્ચિમ લોકસભા ના દાવેદાર શૈલેષ પરમાર ને પણ ટિકિટ ન મળતાં નારાજ હોવાની માહિતી !! સૂત્ર
શું શૈલેષ પરમાર હવે કરશે કેસરિયો ધારણ ??
અગાઉ પણ શૈલેષ પરમાર ભાજપના નેતાઓ સાથે ચર્ચા કરતા નજરે પડ્યા હતા !!