સુરતમાં વધુ એક યુવકની છરીના ઘા મારી હત્યા, મિત્રની હાલત પણ ગંભીર

Aug 11, 2023 - 11:34
 0  5
સુરતમાં વધુ એક યુવકની છરીના ઘા મારી હત્યા, મિત્રની હાલત પણ ગંભીર

સુરતના પાંડેસરા વિસ્તારમાં ચપ્પુના ઘા મારીને યુવાનનું મોત નીપજતાં સનસનાટી મચી ગઈ છે. આ ઉપરાંત તેના સાથી મિત્રને પણ ચપ્પુ વડે માર મારવામાં આવતા તેની હાલત ગંભીર હતી. મહત્વનું છે કે, મૃતક યુવક અને તેનો મિત્ર રાત્રિના સમયગાળામાં ચા પીવા ગયા હતા. જ્યાં ઝઘડો કરીને પરત ફરતી વખતે હુમલો થયો હતો. જેમાં સારવાર દરમિયાન મોત નિપજતા યુવાનના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.

સુરતના પાંડેસરા વિસ્તારમાં પ્રિયંકા ચોકડી ખાતે 23 વર્ષીય સનાતન ઉર્ફે રાજ અભિમન્યુની હત્યાની ઘટના સામે આવી છે. જેમાં ચાની સ્ટોલ ચલાવતો યુવક રાત્રી દરમિયાન તેના મિત્રો સાથે ચા પીવા ગયો હતો. ચાની લારી પાસે ઝઘડો થતાં જ્યા આ દ્રશ્યો જોઈને પરત ફરી રહી હતી. ત્યારે બે બાઇક સવારોએ પીછો કરીને યુવકની બાઇકને પલટી મારી દીધી હતી. બાદમાં રાજ સહિતના બે મિત્રોને અજાણ્યા શખ્સોએ ચપ્પુ વડે માર માર્યો હતો. જેમાં રાજનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. જોકે, હુમલાખોરને જોઈ અન્ય મિત્ર ભાગી છૂટ્યો હતો અને તેનો બચાવ થયો હતો.

આરોપીઓએ રાજ પર ચાકુ માર્યું હતું જ્યારે તેના મિત્ર પર પણ છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેથી બંનેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં યુવકના પરિવારજનો પણ ઘટનાની જાણ થતા દોડી આવ્યા હતા. જોકે, દિકરાના મોતની જાણ થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. હાલ પાંડેસરા પોલીસે આ પ્રકરણની વધુ તપાસ શરૂ કરી છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow