રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય ટ્રક કૌભાંડી ગેંગનો કર્યો પર્દાફાશ

રાજકોટમાં ચોરીની ટ્રકને ભંગાર તરીકે વેચવાનું મોટું ટ્રક ચોરી રેકેટ સામે આવ્યું છે. આ કારસ્તાન અંગે માહિતી મળતા રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ટ્રક, ટ્રોલી, ટેન્કર અને વાહનોના એન્જિન સાથે આંતરરાજ્ય ગેંગના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે શહેરમાં ભંગારના વેપારીઓ પાસેથી ટ્રકની ચોરી કરીને વેચવાનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ ચાલી રહ્યું છે. આ બાતમી મળતા રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમે વોચ ગોઠવી આરોપીઓ પર ચાંપતી નજર રાખવાનું શરૂ કર્યું હતું. દરમિયાન રાજકોટ-અમદાવાદ હાઇવે પર માલીયાસણ ચોકડી પાસે ભંગરના ડેલા અને કુવાડવા રોડ, નવાગામ, રૂડા ટ્રાન્સપોર્ટ નગર પાસે ભંગરના ડેલા ખાતે આ કાર સ્ટેશન ચાલુ હોવાની બાતમી મળી હતી.
ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા ઉપરોક્ત સ્થળોએ દરોડો પાડતા મોટી સંખ્યામાં ટ્રક, ટ્રોલી, ટ્રક કેબીન, એન્જીન અને પાર્ટસ અને સાધનો મળી આવ્યા હતા. આ મામલાની તપાસ દરમિયાન, એવું બહાર આવ્યું હતું કે આરોપીઓએ ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી કરારના આધારે મેળવેલા વાહનોની કોઈપણ પરવાનગી અથવા રદ કરવાની પ્રક્રિયા વિના તોડફોડ કરવામાં આવી હતી. બાદમાં તમામ સ્પેરપાર્ટ્સ અને સાધનોને સ્ક્રેપ યાર્ડમાં રાખીને છૂટક વેચાણ કરવામાં આવ્યું હતું. આ સ્થળોએથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે રૂ. 4 કરોડ 5 લાખથી વધુની કિંમતની ગુનાહિત સામગ્રી જપ્ત કરી હતી. આ સાથે પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી ઈશ્વર રૂઘનાથ જાટ અને કિશન ભગવાન ગાદરી મૂળ રાજસ્થાનના છે. બંને આરોપીઓ ટ્રક માલિકો સાથે વિશ્વાસપાત્ર કરાર કરીને ગુજરાત સહિત રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાંથી ટ્રકો મંગાવતા હતા. બાદમાં છેતરપિંડી આચારી આ ટ્રક જૂનાગઢના કેશોદના વતની લલીતાભવાઈ તુલસીરામ દેવમુરારીને સસ્તા ભાવે વેચતો હતો. આ રીતે આરોપીઓ દ્વારા કુલ 60 ટ્રક મંગાવી કારસ્તાન આચારીને આપવામાં આવી હતી. આ કેસમાં ક્રાઈમ બ્રાંચે આરોપી જમાલ અબ્દુલભાઈ મૈતર, લલિતભાઈ તુલસીરામ દેવમુરારી, કિશનલાલ ભગવાન ગડારી, વસીમ ઉર્ફે બછો બસીરભાઈ સમા, ઈમ્તિયાઝ આમદભાઈ અગવાન અને ઈશ્વર રૂઘનાથ જાટની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
What's Your Reaction?






