રાજકોટમાં પોતાને કલ્કી અવતાર ગણાવતા રમેશ ફેકરે ધીરેન્દ્રશાસ્ત્રી વિશે શું કહ્યું?

May 29, 2023 - 17:30
 0  8
રાજકોટમાં પોતાને કલ્કી અવતાર ગણાવતા રમેશ ફેકરે ધીરેન્દ્રશાસ્ત્રી વિશે શું કહ્યું?

બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના મોટા શહેરોમાં દિવ્ય દરબાર યોજી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં રહેતા પૂર્વ સરકારી કર્મચારી રમેશ ફેકરે વિવાદિત નિવેદન આપીને બાગેશ્વર બાબા પર શાબ્દિક ટીપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતુ કે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાની પાસે ખાસ સિદ્ધિ હોવાનું કહ્યું છે. તેઓ ઢોંગી છે અને પૈસા બનાવવા માટે કથાકાર તરીકે કામ કરે છે. તેઓ દ્રોણનો અવતાર છે જે મૃત્યુ બાદ નર્કમાં રહ્યો હતો.ધીરેન્દ્ર શાસ્ત્રી અત્યારે જે કરે છે તે તેમની સિદ્ધિ છે, પરંતુ હવે તેની શક્તિ તૂટી રહી છે. તે સિદ્ધિનો ઉપયોગ કરીને બધી વસ્તુઓ જાણી શક્તા હોય છે. 

રમેશ ફેકરે કહ્યું હતું કે, જગદંબાનો મને આદેશ આવ્યો છે કે આ ધીરેન્દ્ર શાસ્ત્રી ઢોંગી છે.જાહેરમાં આવ્યા પછી પૈસા અને કીર્તિ પ્રાપ્ત થાય એ માટે યોગભ્રષ્ટ થવાના ચાન્સ વધી જતા હોય છે. ભૂતકાળમાં ભગવાનના નામે ચરી ખાનારા લોકો હવે નિષ્ફળ જઇ રહ્યા છે. આસારામનાં પાપ સામે આવ્યાં, તેની ધરપકડ થઇ પછી રામ રહીમની ધરપકડ થઇ. પછી રામપાલને સજા થઇ. ઓશો એ દુઃશાસનનો અવતાર હતો. ધર્મના નામે લોકો વચ્ચે છવાઈ ગયા હતા. ભગવાન સાથે તેના ફોટાવાળા કેલેન્ડર રાખવા લાગ્યા હતા અને બધાનાં કૌભાંડો સામે આવ્યાં એ જ રીતે અન્ય કોઈ આ રીતે ચાલશે તો તેમની પણ હાલત આસારામ, રામરહીમ, ઓશો અને રામપાલ જેવી થશે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow