રૂપિયો નબળો પડી રહ્યો છે, ભારતીય ચલણ ડોલર સામે સર્વકાલીન નીચલા સ્તરે

Mar 22, 2024 - 17:31
 0  2
રૂપિયો નબળો પડી રહ્યો છે, ભારતીય ચલણ ડોલર સામે સર્વકાલીન નીચલા સ્તરે

અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો તેના અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે આવી ગયો છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે અમેરિકન ચલણ સામે રૂપિયો 34 પૈસાના ભારે ઘટાડા સાથે 83.47 પ્રતિ ડોલરના સર્વકાલીન નીચા સ્તરે બંધ થયો હતો. ડોલર સામે રૂપિયો ઇન્ટ્રા-ડે 83.43ની નીચી સપાટીએ ગયો હતો. ગયા ગુરુવારે અમેરિકન ચલણ સામે રૂપિયો છ પૈસાના વધારા સાથે 83.13 પ્રતિ ડૉલર પર બંધ થયો હતો. આ પહેલા બુધવારે રૂપિયો પ્રતિ ડોલર 83.19 ના સ્તર પર બંધ થયો હતો.

ડોલરની મજબૂતાઈની અસર
નિષ્ણાતોના મતે ડૉલરની મજબૂતી તેમજ ચીની યુઆનના ઘટાડાને કારણે રૂપિયા પર દબાણ જોવા મળ્યું હતું. વધુમાં, બજારમાં ડોલરની અછત છે, જેની અસર રૂપિયા પર પડી છે. દરમિયાન, ડૉલર ઇન્ડેક્સ 0.4% વધ્યો. નિષ્ણાંતોનું કહેવું છે કે આવનારા દિવસો રૂપિયા માટે ઘણા મહત્વના રહેશે. જો તે તેના રેકોર્ડ નીચલા સ્તરની નજીક રહેશે તો રૂપિયા માટેનું આઉટલૂક નેગેટિવ થઈ શકે છે.

રૂપિયાના ઘટાડાની અસર
રૂપિયાના ઘટાડાને કારણે ભારતની પેટ્રોલિયમની આયાત મોંઘી થશે. વાસ્તવમાં ભારત ડોલરમાં મોટી માત્રામાં પેટ્રોલિયમ વસ્તુઓની આયાત કરે છે. આ સિવાય અન્ય પ્રકારના આયાત બિલ પર પણ તેની અસર પડશે. તેના કારણે સ્થાનિક બજારમાં આયાત કરવામાં આવતો માલ મોંઘો થઈ શકે છે. સાથે જ રૂપિયામાં ઘટાડાને કારણે વિદેશમાં મુસાફરી, રહેવું કે અભ્યાસ મોંઘો થશે.

શેરબજારની સ્થિતિ
શુક્રવારે બીએસઈનો 30 શેરો વાળા ઈન્ડેક્સ સેન્સેક્સ 190.75 પોઈન્ટના ઉછાળા સાથે 72,831.94 પોઈન્ટ પર પહોંચી ગયો છે. આ સાથે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી 84.80 પોઈન્ટના વધારા સાથે 22,096.75 પોઈન્ટ પર બંધ થયો હતો. BSE મિડકેપ 0.38 ટકા વધીને 38,801.23 પોઈન્ટ પર, સ્મોલકેપ 1.06 ટકા વધીને 42,771.27 પોઈન્ટ પર. બીએસઈમાં કુલ 3906 કંપનીઓના શેરનું ટ્રેડિંગ થયું હતું, જેમાંથી 2430ની ખરીદી થઈ હતી. તે જ સમયે, 1375 શેરમાં વેચવાલી જોવા મળી હતી જ્યારે 101માં કોઈ ફેરફાર થયો ન હતો.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow