રાજ્યમાં 5 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે, અમદાવાદમાં ગરમી વધવાની હવામાન વિભાગની આગાહી

Jun 2, 2023 - 11:35
 0  11
રાજ્યમાં 5 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે, અમદાવાદમાં ગરમી વધવાની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં આકરી ગરમી વચ્ચે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં પાંચ દિવસ સુધી સૂકું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગના નિયામકના જણાવ્યા અનુસાર બનાસકાંઠા અને કચ્છમાં થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી થવાની સંભાવના છે.

રાજ્યમાં ગરમી અને ભેજની અસરને કારણે વાદળોની રચનાના કારણે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યની આ આગાહીમાં મોટાભાગે ઉત્તર ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે. જો કે અમદાવાદ શહેરમાં ફરી તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ છે. અમદાવાદ હવામાન કેન્દ્રના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ ગઈકાલે રાજ્યના પાંચ દિવસના હવામાનની આગાહી કરી હતી. તેમણે કહ્યું કે હવામાન શુષ્ક રહેશે. વધુમાં તેમણે કહ્યું છે કે હાલમાં પણ રાજ્યમાં આવતા પવનો પશ્ચિમી છે જે અરબી સમુદ્રમાંથી ભેજ લાવી રહ્યા છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે તાપમાનમાં મોટો ફેરફાર થવાની સંભાવના છે. જો તાપમાનમાં વધારો થશે તો એક ડિગ્રી વધવાની શક્યતાઓ હોવાનું જણાવાયું હતું. અમદાવાદનું તાપમાન 40-41 ડિગ્રી વચ્ચે રહેશે પરંતુ પાંચ દિવસ દરમિયાન તે 42 ડિગ્રી સુધી જઈ શકે છે. શહેરનું તાપમાન 42 ડિગ્રીને પાર કરે તેવી ઘણી શક્યતાઓ નથી. અમદાવાદમાં તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે, તેની સાથે 4 અને 5 જૂન માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે અને આવતીકાલે શહેરનું તાપમાન 40 થી 41 ડિગ્રી રહેવાની સંભાવના છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow