અમદાવાદ શહેરમાં હાલ ચૂંટણીનો માહોલ છે અને અલગ અલગ વિસ્તારમાં નાકાબંધી છે. તેમજ ગુનાનો ગ્રાફ ઘટી રહ્યો હોવાનું પણ અધિકારી જણાવી રહ્યા છે.પરંતુ શહેરના ભરચક વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનની બહાર એક દારૂડિયો હાથમાં હથિયાર લઈને આવ્યો હતો. દારૂડિયાએ દારૂના નશામાં હથિયાર બતાવી હોમગાર્ડને ધમકાવ્યા હતા. જોકે, આ તમાશો થતાં જ સ્થાનિક પોલીસ ઇન્સ્પેકટર અને પોલીસ કર્મીઓએ સતર્કતા દાખવી આરોપીને પકડી પાડયો હતો. આ સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ છે.
વીડિયોમાં દારૂડિયો બધા પોલીસકર્મીઓને ધમકાવતો નજરે પડે છે.એટલે કે દારૂડિયો હથિયાર લઈને પોલીસ સ્ટેશન આવી હોમગાર્ડના જવાનને ધમકાવી હથિયાર બતાવે છે. પછી ત્યાંથી જતો રહે છે. આ સમગ્ર વાત સામે આવ્યા બાદ હવે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર જણાવ્યું હતું કે, આરોપી કોઈ ઉપર હુમલો નાં કરી દે તે માટે સતર્કતા વાપરી પોલીસે ધરપકડ કરી તેની સામે 135 હેઠળ જાહેરનામા ભંગની કાયદેસરની કાર્યવાહી કરી છે અને અગાઉ આ વ્યક્તિ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હવે તે અમારા લોકઅપમાં છે.