અમદાવાદમાં દિવસેને દિવસે રોજ ચોરી લુંટફાટ ના ગુનાઓ નોધાતાં હોઈ છે. આજકાલ બેહરામપુરા ખાત્તે છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટના સામે આવી રહી છે. બેહરામપુરા દરરોજ ચોરી અને લુંટફાટ ની ઘટના સામે આવી રહી છે. ત્યારે કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ બેહરામપુરા પાસે આવેલ હનુમાનવાળીની બાજુમાં સોનાચાંદીની દુકાન પાસે બે ચોર રીક્ષામાં આવીને ટેમ્પામાંથી બેટરી ચોરી કરીને ભાગી ગયા અને આ સંપૂર્ણ ઘટના CCTV કેમેરામાં કેદ થઇ હતી. બાદમાં ટેમ્પા ચાલકે કાગડાપીઠ પોલીસ ખાતે ફરિયાદ નોધાવી છે.
અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ બેહરામપુરા પાસે બે ચોર રીક્ષા લઈને આવ્યા અને એવી ચાલાકીથી ટેમ્પાની બેટરી નીકાળી રહ્યા છે જાણે કોઈને જાણ ના હોઈ પણ આ તમામ ઘટના ત્યાં આવેલ એક સોના ચાંદીની દુકાન પાસે આવેલ CCTV કેમરામાં કેદ થઇ છે. cctv કેમેરામાં દેખાઈ છે બે છો રીક્ષા લઈને આવે છે અને ચારેબાજુ જોઇને પહેલા પાણી પીવે છે બાદમાં એક ચોર ટેમ્પા પાસે આવીને બેટરી નીકાળવા લાગે છે ત્યારે બીજો ચોર આ તમામ ઘટનાની દેખરેખ રાખે છે. જેવી બેટરી નીકળી જાય છે તરત જ બંને ચોર બેટરી લઈને નાસી જાય છે. આ ઘટના બાદ ટેમ્પા ચાલકે કાગડાપીઠ પોલીસ ખાતે ફરિયાદ નોધાવી હતી.
આ લોકોને જરાય પણ પોલીસ નો ડર ના હોય તેવું લાગી રહ્યું છે કેમ કે ઘટનાની થોડીક જ દુર પોલીસ ચોકી આવેલી છે તેમ છતાં આ ચોર બિન્દાસ ચોરી કરી રહ્યા છે!!
શું આ લોકો ને પોલીસનો ડર નથી રહ્યો!!
આ આગાઉ પણ ઘણી વાર બેહરામપુરા વિસ્તારમાં ચોરીની ઘટના બની છે.
ક્યારે બેહરામપુરામાં ચોરીના બનાવો બંધ થશે?
શું આ લોકોને કોઈ નો ડર નથી?
અને જો ડર હોઈ તો કેમ કરી રહ્યા છે ચોરી!! શું આમને કોઈના આશીર્વાદ છે?
પોલીસ ચોકી નજીક હોવા છતાં બિન્દાસ કરી રહ્યા છે ચોરી!!
શું આ ટેમ્પા ચાલકને તેની પોતાની બેટરી પછી મળશે?
તમે જોઈ શકો છો CCTV ફૂટેજમાં