ભરૂચ શહેર ના મુખ્ય માર્ગો ઉપર રખડતા ઢોરો નૉ અડિંગો યથાવત જોવા મળી રહ્યો છે, અનેક વિસ્તારો માં રસ્તા વચ્ચે જ રખડતા પશુઓ જોવા મળી રહ્યા છે, જેને લઈ વાહનો ચાલકો ને રસ્તા ઉપર વાહનો હંકારવામાં પણ મુશ્કેલી ઓનો સામનો કરવો પડી રહ્યો છે, એક તરફ વરસાદી માહોલ વચ્ચે મસ મોટા ખાડા તો બીજી તરફ રસ્તા વચ્ચે જ ઉભા રહી જતા ઢોર ના કારણે અકસ્માત થવાની ભીતિ જોવા મળી રહી છે,
ભરૂચ શહેર માં ખાસ કરી કલેકટર કચેરી પાસે તેમજ કોર્ટ રોડ શક્તિ નાથ વિસ્તાર અને લિંક રોડ વિસ્તાર તેમજ પાંચબત્તી થી આલી ઢાળ ને જોડતા માર્ગ પર સાથે સાથે સ્ટેશન વિસ્તાર અને કસક ઢાળ વિસ્તાર, કોલેજ માર્ગદર્શન વિસ્તારમાં આ પ્રકાર ના અનેક રખડતા ઢોર રસ્તા વચ્ચે વાહનો ને નડતર રૂપિ બની રહ્યા છે જેને પગલે છાશવારે ટ્રાફિક જામની સ્થિતિ નું પણ સર્જન થતું હોય છે તો કેટલાક સ્થળે નાના મોટા અકસ્માત પણ થતા હોવાનું કહેવાય રહ્યું છે,
મહત્વ ની બાબત છે કે ભૂતકાળ માં રખડતા ઢોરો ના આતંક ના કારણે એક વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે તો કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે જે બાદ થોડા સમયે જાગૃત અવસ્થામાં આવેલું ભરૂચ નગર પાલિકા ના તંત્ર દ્વારા ઢોર પકડવા અભિયાન શરૂ કર્યું હતું પરંતુ સમય વીતતા માત્ર દેખાડા પૂરતી કામગીરી રહી અને આખરે ફરી એક વાર શહેર માં સ્થિતિ જે સે થે પ્રકાર ની જોવા મળી રહી છે, તેવામાં વધુ એક વાર આ પ્રકાર ના રખડતા ઢોરો ને પાંજરા પોર મોકલી રસ્તા ઉપર જ ઢોર છોડતાં માલિકો સામે કાયદેસરની કાર્યવાહી તંત્ર તરફ થી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે