વિશ્વામિત્રી નદીમાં કચરો ફેંકનારા થઇ જાઓ સાવધાન! વડોદરામાં મનપાએ તમામને ફટકાર્યો રૂ. 25 હજારનો દંડ

Aug 10, 2023 - 14:03
 0  7
વિશ્વામિત્રી નદીમાં કચરો ફેંકનારા થઇ જાઓ સાવધાન! વડોદરામાં મનપાએ તમામને ફટકાર્યો રૂ. 25 હજારનો દંડ

વડોદરા મહાનગર પાલિકાએ વિશ્વામિત્રી નદીમાં કચરો ફેંકનારા લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે. વિશ્વામિત્રી નદીના પુલ પરથી કચરો ઉપાડનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામને મહાનગરપાલિકા દ્વારા એક હજાર લેખે રૂ.25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

વિશ્વામિત્રી નદી જાણે ડસ્ટબીન હોય તેમ પુલ ઉપરથી લોકો બેફામપણે તેમાં કચરો ઠાલવતા હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી. જે બાદ વડોદરા મહાનગર પાલિકાની ટીમ સક્રિય બની હતી. વડોદરા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત પાલિકાની ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા કાલાઘોડા બ્રિજ, રાતીબજાર બ્રિજ, ભીમનાથ બ્રિજ અને મંગલ પાંડે રોડ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા.

આ સીસીટીવી દ્વારા નદીમાં કચરો ફેંકતા લોકો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. મહાનગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં 25 લોકો વિશ્વામિત્રી નદીમાં કચરો ફેંકતા જોવા મળ્યા હતા, જે બાદ તેમના વાહનની નંબર પ્લેટ પરથી આરટીઓ પાસેથી વાહન માલિકની માહિતી મળતાં મહાનગર પાલિકાની ટીમ તેમની પાસે પહોંચી હતી.

કચરો ફેંકતા પકડાયેલા 25 લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો
જે બાદ નગરપાલિકાની ટીમે વિશ્વામિત્રી નદીમાં કચરો ફેંકવા બદલ દંડ ફટકાર્યો હતો. પાલિકાની ટીમે વાહન નંબરના આધારે 25 લોકોને શોધીને 1000 અને 25000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

જાહેરમાં થૂંકનારાઓ પર નજર રાખવી
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં જાહેરમાં થૂંકનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં જાહેરમાં થૂંકનારા લોકોને દંડ કરવા માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના CCTV દ્વારા વાહન ચાલકો પર નજર રાખવામાં આવી રહી છે. લોકોને જાહેરમાં ન થૂંકવા અને રસ્તા પર કચરો ન નાખવા સૂચના આપવામાં આવી છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow