જાવેદ સૈયદ
અમદાવાદ 23 એપ્રિલ
એમેઝોન વેબસાઇટ પરથી ઓનલાઇન ઓર્ડર કરી કરોડો રૂપિયાના LED કૌભાંડ કરનાર આરોપી અને મહાઠગ ઇમરાન અન્સારીને નારોલ પોલીસ દ્વારા ઝડપી તો લેવામાં આવ્યો હતો પરંતુ નારોલ પોલીસ દ્વારા હાલ તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે પરંતુ તપાસ પરથી એવું જણાઈ રહ્યું છે કે પોલીસ અંધારામાં હવાતીયા મારી રહી હોય અને આરોપી ઇમરના અન્સારી પણ પોલીસને તપાસના નામે ગોથા ખવડાવી રહ્યો હોય.. નારોલ પોલીસમાં ઇમરાન અંસારી સામે થયેલી ફરીયાદ મુજબ તેણે અમેઝોનમાંથી ૧૪૭ થી વધારે LED ઓર્ડર કર્યા હતા પણ નારોલ પોલીસે હાલ માત્ર બે LED કબ્જે કર્યા છે આ સિવાય આજે ઇમરાન અન્સારીના બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેને સાંજે કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે…
સમગ્ર કેસની વાત કરીએ તો ગત વર્ષે જુહાપુરાનો રહેવાસી ઇમરાન અંસારી અને તેના સાગરીતો સાજીદ સહીત અન્ય
૭ લોકો સામે ફરીયાદ પોલીસ ચોપડે નોધાઈ ચુકી હતી. ફરીયાદ અનુસાર ઇમરાન અન્સારી અને તેના ઠગ બાજોએ ભેગા મળીને અમેઝોન કંપની પાસેથી ઓનલાઈન ઓર્ડર કરી 149 LED મંગાવ્યા હતા જે LED ના પૈસા અમેઝોનને નહીં ચૂકવી LED બારોબાર વેચી આ ઠગ ટોળકીએ અમેઝોનને કરોડો રૂપીયાનો ચૂનો ચોપડ્યો હતો.. આ સમગ્ર કેસમાં સાજીદ અગાઉ પકડાઈ ચુક્યો છે જયારે મહાઠગ ઇમરાન અન્સારી બે દિવસ અગાઉ નારોલ પોલસના હાથે લાગ્યો હતો ત્યારે હાલ ઇમરાન પોલીસ રિમાન્ડ પર છે અને આ સમગ્ર કેસના તપાસ અધિકારી નારોલ પોલીસના PSIએ.ડી.ભટ્ટ છે ત્યારે એ ડી ભટ્ટ આ કેસમાં હાલ 149 LED માંથી માત્ર બે જ LED કબજે લઈ શક્યા છે ત્યારે અ કેસમાં મોટો પ્રશ્ન ઉભો થાય છે કે આરોપીએ અન્ય 147 LED ટીવી કોને આપ્યા અને કેટલા,રૂપિયામાં આપ્યા પરંતુ તપાસ અધિકારી હાલ કઇ દિશામાં તપાસ કરી રહ્યા છે તે મીડિયાથી પણ વિગતો છુપાવવમાં આવી રહી છે તેના ઉપરથી શંકા ઉપજી રહીછે કે નારોલ ડી સ્ટાફ અને આરોપીઓની કોઈ સાંઠ ગાંઠ તો નથી ને……તો હવે જોવું રહ્યું કે કરોડો ના LED કાંડમાં પોલસને હજી કેટલી સફળતા મળે છે 149 LED ટીવીમાંથી માત્ર બે ટીવી જ કબ્જે લીધા!!!!!! બાકી ના ટીવી મળશે કે થશે સ્વાહા ??